Bihar Assembly elections NDA seat sharing: બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAમાં બેઠકોની વહેંચણી નક્કી થઈ ગઈ છે. ભાજપ અને JDU 101-101 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે ચિરાગ પાસવાનની પાર્ટીને 29 બેઠકો ફાળવવામાં આવી છે. જીતન રામ માંઝીની પાર્ટીને પણ છ બેઠકો ફાળવવામાં આવી છે.
ભાજપ બિહારના પ્રભારી વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે, આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA પરિવારના તમામ સભ્યોએ સૌહાર્દપૂર્ણ રીતે સંમતિ દર્શાવી છે. બેઠકોની વહેંચણી નીચે મુજબ છે:
- ભાજપ – 101 બેઠકો
- JDU – 101 બેઠકો
- LJP (રામવિલાસ) – 29 બેઠકો
- RLM – 6 બેઠકો
- HAM – 6 બેઠકો
તમામ NDA પક્ષોના નેતાઓ અને કાર્યકરોએ આ નિર્ણયનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે. બધા સાથી પક્ષો બિહારમાં ફરીથી NDA સરકાર બનાવવા માટે તૈયાર છે અને કટિબદ્ધ છે.
हम एनडीए (NDA) परिवार ने सौहार्दपूर्ण वातावरण में बिहार विधानसभा चुनाव 2025 के लिए सीटों का बंटवारा पूरा किया है।
🔹 BJP : 101
🔹 JDU : 101
🔹 LJP (R) : 29
🔹 RLM : 06
🔹 HAM : 06
बिहार है तैयार —
फिर से NDA सरकार,
इस बार पूरे दम के साथ #BiharFirstBihariFirst के साथ!#NDA…
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) October 12, 2025

