BJP Social Media Strategy: અમિત માલવિયા બાદ BJPનું સોશિયલ મીડિયા મોડલ બદલાયું, દીપક મ્હાસ્કેને મળી મોટી જવાબદારી

Arati Parmar
2 Min Read

BJP Social Media Strategy: ભાજપ પોતાની પાર્ટીના સોશિયલ મીડિયા કમ્યુનિકેશનને એકદમ નવી રીતે સુધારવા માંગે છે. અમિત માલવીયને હટાવવા પાછળ કોઈ અંગત વિવાદ કે વાર્તા નથી. ભાજપની નીતિ એ છે કે કોઈ પણ નેતા કે પદાધિકારી પોતાના વ્યક્તિગત સોશિયલ મીડિયા હેન્ડલને ચમકાવવા કરતાં પાર્ટીના ‘નેરેટિવ’ને પ્રાધાન્ય આપે. પક્ષમાં વ્યક્તિગત પ્રમોશન સહન કરવામાં આવતું નથી.

ભાજપના નવા સોશિયલ મીડિયા હેડ દીપક મ્હાસ્કે છત્તીસગઢથી આવે છે. લગભગ 11 વર્ષથી ભાજપ આઈટી સેલના ચીફ રહેલા અમિત માલવીયને પદમુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રીતિ ગાંધીને આઈટી સેલના સહ-સંયોજક બનાવવામાં આવ્યા છે.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી વખતે દિલ્હીમાં એવી ઈમ્પ્રેશન હતી કે ભૂપેશ બઘેલ આ ચૂંટણી જીતી જશે, પરંતુ નિતિન નવીને પોતાના ઈન્ચાર્જપણા હેઠળ એ ચૂંટણી પલટી નાંખી ભાજપને અકલ્પ્ય વિજય અપાવ્યો હતો. દીપક મ્હાસ્કે એ ટીમના સોશિયલ મીડિયા કેમ્પેઈનના “બ્રેઈન” હતા. તેમણે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી દરમિયાન નિતિન નવીનની ટીમમાં રહીને સોશિયલ મીડિયા કેમ્પેઈનની સફળ વ્યૂહરચના ઘડી હતી. તેમની કાર્યક્ષમતાના આધારે જ તેમને આ નવી જવાબદારી સોંપાઈ છે. છત્તીસગઢમાં વિજય બાદ દીપક મ્હાસ્કેને રાજ્યમંત્રીનો દરજ્જો આપીને છત્તીસગઢ રાજ્ય મેડિકલ સર્વિસિસ કોર્પોરેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં.

- Advertisement -

ભાજપના નવા સોશિયલ મીડિયા મોડલમાં કડક શિસ્ત લાગુ કરવામાં આવી છે. તમામ પદાધિકારીઓને પોતાના અંગત એકાઉન્ટને બદલે પાર્ટીના સત્તાવાર પેજ અને મેસેજને પ્રમોટ કરવા સૂચના અપાઈ છે. જૂના પોસ્ટ કે વિવાદો પર ધ્યાન આપવાને બદલે સંગઠનને મજબૂત કરવા પર ભાર છે.

હવે આ નવી સોશિયલ મીડિયા ટીમ સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષને રોજેરોજ રિપોર્ટ કરશે. તેઓ પાર્ટીના નવા નેરેટિવને આગળ વધારશે. પોતે બહુ વધારે ટ્વીટ કે મેસેજ નહીં મોકલે. સોશિયલ મીડિયાના વોટ્સએપ ગ્રુપ્સના નામ બદલવામાં આવશે, નવા એડમિન હશે. ટૂંકમાં, સોશિયલ મીડિયા ગ્રુપ્સનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે, જેમાં બિનજરૂરી કે વ્યક્તિગત પ્રમોશન કરતા લોકોને દૂર કરીને નવી ‘થિંકટેન્ક’ તૈયાર કરવામાં આવી રહી છે.

- Advertisement -
Share This Article