BJP Two Child Norm: વસ્તી નિયંત્રણ માટે ભાજપની 2 બાળકોની નીતી કયા? BJP પોતાનો જ એજન્ડા ભૂલી ગઈ?

Arati Parmar
1 Min Read

BJP Two Child Norm: વસ્તી નિયંત્રણ માટે ભાજપની 2 બાળકોની નીતી કયા? BJP પોતાનો જ એજન્ડા ભૂલી ગઈ?

એક સમય હતો જ્યારે BJPના પોતાના દસ્તાવેજોમાં “Two-Child Norm”ની વાત થતી હતી.

- Advertisement -

વસ્તી નિયંત્રણ, મર્યાદિત સંસાધનો, રોજગાર, શિક્ષણ અને દેશનું demographic balance—આ બધાને ધ્યાનમાં રાખીને નાના પરિવારને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી હતી.

તો આજે સવાલ કેમ નહીં?

- Advertisement -

જો બે બાળકોનો નિયમ દેશ માટે યોગ્ય હતો,
તો આજે તે મુદ્દો ચર્ચામાં કેમ નથી?

અને જો ભારતનું વસ્તી સંતુલન જાળવવું જરૂરી છે, તો નિયમ એવો હોવો જોઈએ કે—

- Advertisement -

👉 ધર્મ કોઈ પણ હોય, નિયમ એક જ હોય.
👉 સમુદાય કોઈ પણ હોય, ધોરણ એક જ હોય.
👉 કોઈને ટાર્ગેટ નહીં—સૌ માટે સમાન family-size policy.

કારણ કે વસ્તીનો પ્રશ્ન માત્ર આંકડાનો નથી.

તેનો સીધો સંબંધ છે

રોજગાર સાથે,
શિક્ષણ સાથે,
આરોગ્ય સાથે,
પાણી અને જમીન સાથે,
અને આવતી પેઢીના ભવિષ્ય સાથે.

તો BJPને એક સીધો સવાલ,

જે “Two-Child Norm”ની વાત તમે ક્યારેક તમારા પોતાના દસ્તાવેજોમાં કરતા હતા,
એ એજન્ડા આજે ક્યાં ગયો?

શું ભારતનું વસ્તી સંતુલન હવે મહત્વનું નથી?
કે પછી સત્તામાં આવ્યા પછી પોતાનો જ જૂનો એજન્ડા ભૂલી ગયા?

🔥 વસ્તી નીતિ જો બનાવવી હોય તો રાજકારણ વગર બનાવો
અને નિયમ હોય તો સૌ માટે એકસરખો રાખો.

Share This Article