જબરજસ્ત ટક્કર વચ્ચે વાવ પેટાચૂંટણીમાં જીતી ગયું ભાજપ, ગુલાબસિંહની 1300 મતથી હાર

Reena Brahmbhatt
1 Min Read

બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે… ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે… તો કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 1300 મતથી હાર્યા છે…

વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું છે. કાંટાની ટક્કર વચ્ચે ભાજપે વાવમાં જોરદાર જીત મેળવી છે. છેલ્લી ઘડી સુધી શ્વાસ અદ્ઘર કરી દે તેવું વાવ પેટાચૂંટણીનું પરિણામ રહ્યું છે. 1300 મતથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર વાવ માટે વિક્ટરીની સાઈન બતાવીને જીતની ખુશી વ્યક્ત કરી છે. તો ગાંધીનગર કમલમ પર ભારત માતાકી જય નારાથી જીતની ઉજવણીની શરૂઆત થઈ છે. વાવના પરિણામ બાદ કમલમ કાર્યાલય ઉપર નારા લાગ્યા.

- Advertisement -
Share This Article