Bulldozers Action On Faheem Khan House: મહારાષ્ટ્રના નાગપુરમાં ગત સોમવારે ઔરંગઝેબની કબરને હટાવવાને લઈને ફાટી નીકળેલી હિંસામાં માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. તેના ઘરનો ગેરકાયદેસર ભાગ બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો છે. ઘર ફહીમની પત્નીના નામે નોંધાયેલું છે. આ ઘર 86.48 ચોરસ મીટરમાં બનેલ છે. ફહીમની મોમીનપુરા વિસ્તારમાં બુરખાની દુકાન છે.
ફહીમ 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં
આરોપ છે કે ફહીમે લોકોને ઉશ્કેરીને ભીડ એકઠી કરી હતી. કોર્ટે તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. પોલીસે દાવો કર્યો છે કે મુખ્ય આરોપી 38 વર્ષીય ફહીમ શમીમ ખાન આ રમખાણને ઉશ્કેરવામાં સામેલ હતો. શમીમ લઘુમતી ડેમોક્રેટિક પાર્ટી (MDP) ના નાગપુર શહેરનો પ્રમુખ છે.
બાંધકામ દૂર કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો
મળતી માહિતી મુજબ, મહાનગરપાલિકાએ તેમને જાતે જ ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો જે પૂર્ણ થઈ ગયો છે પરંતુ તેમણે બાંધકામ હટાવ્યું ન હતું. આ પછી હવે ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી રહી છે જ્યારે 17 માર્ચે રમખાણો બાદ શહેરમાં લાદવામાં આવેલ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે.
નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન સંજય બાગ કોલોનીમાં ફહીમ ખાનનું બે માળનું મકાન છે, જેને આજે તોડી પાડવામાં આવ્યું છે. આ પહેલીવાર હશે જ્યારે NMCએ રમખાણોના આરોપીની મિલકત પર આવી કાર્યવાહી કરી અને ગેરકાયદે બાંધકામને બુલડોઝ ફેરવ્યું હોય.
ફહીમ 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં
માહિતી અનુસાર, આ હિંસામાં ફહીમ ખાનની સાથે સૈયદ આસિમ અલીનું નામ પણ સામે આવ્યું છે અને તે પણ લઘુમતી ડેમોક્રેટિક પાર્ટીનો અધિકારી છે. નાગપુર પોલીસે ફહીમ ખાનની બે દુકાનો પણ સીલ કરી દીધી છે.
સુપ્રીમ કોર્ટે બુલડોઝર ફેરવવા પર શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2024માં કહ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના કોઈપણ નાગરિકનું ઘર તોડવું ગેરકાયદેસર છે. ભલે તે વ્યક્તિ શંકાસ્પદ અથવા દોષિત હોય. ગેરકાયદે બાંધકામો તોડવા માટે કોર્ટે નિયમો આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે સરકાર પરિવારનો જીવવાનો અધિકાર માત્ર એટલા માટે છીનવી શકે નહીં કારણ કે પરિવારના કોઈ સભ્ય પર ગંભીર ગુનાનો આરોપ છે.

