નવી દિલ્હી, 19 જૂન. કેન્દ્રીય કેબિનેટે ઑફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે વાયેબિલિટી ગેપ ફાઇનાન્સિંગ (VGF) સ્કીમને મંજૂરી આપી છે. આ યોજનાનો હેતુ ભારતમાં પ્રથમ વખત ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સ સ્થાપવાનો છે. આ અંતર્ગત ગુજરાત અને તમિલનાડુમાં 500-500 મેગાવોટ ઉર્જા ઉત્પાદન ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવશે. આનાથી દર વર્ષે 3.72 અબજ યુનિટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન થશે અને દર વર્ષે 29.8 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટશે. આ યોજનાનો કુલ ખર્ચ 7453 કરોડ રૂપિયા છે.

વડા પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે ઉપરોક્ત નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી અને કેન્દ્રીય પ્રધાન અશ્વની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.

