CBIઅરવિંદ કેજરીવાલની એ મોડી રાત્રે તિહાડ જેલમાં પૂછપરછ કરી , અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો,

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી : દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal)મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના એક દિવસ પૂર્વે મોડી રાત્રે સીબીઆઈએ(CBI)તિહાડ જેલમાં જઈને કેજરીવાલની પૂછપરછ કરી હતી.

આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે

- Advertisement -

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તિહાર જેલમાં પૂછપરછ કરી અને એક્સાઇઝ પોલિસી કેસ સાથે સંબંધિત તેમનું નિવેદન નોંધ્યું. સીબીઆઈ આજે અરવિંદ કેજરીવાલને સંબંધિત ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવાની મંજૂરી પણ મળી ગઈ છે. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.

Arvind Kejriwal

- Advertisement -

સંજય સિંહએ લગાવ્યો ષડયંત્રનો આરોપ

આપ નેતા સંજય સિંહે કહ્યું કે ગુનાખોરી, અત્યાચાર અને અતિરેક તેની હદ સુધી પહોંચી ગયા છે. એવા સમયે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની પૂરી આશા છે. ત્યારે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે CBI અધિકારીઓ સાથે મળીને એક મોટું ષડયંત્ર રચ્યું છે. આ ષડયંત્ર અરવિંદ કેજરીવાલ સામે સીબીઆઈનો બનાવટી કેસ તૈયાર કરીને તેમની ધરપકડ કરવાનું છે.

- Advertisement -

આખો દેશ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે

આમ આદમી પાર્ટીના સાંસદે વધુમાં કહ્યું કે, આખો દેશ ભારતીય જનતા પાર્ટીના અતિરેકને જોઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના ગુનાઓ પર સમગ્ર દેશની નજર છે. તેમના અત્યાચાર અને અન્યાયને આખો દેશ જોઈ રહ્યો છે. આ ખોટા કેસ સામે આખો દેશ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે ઉભો રહેશે.

સંજય સિંહે કહ્યું કે આ દેશમાં ન્યાય કેવી રીતે મળશે. શું આવા ખોટા કેસ દાખલ કરીને કેજરીવાલને જેલમાં ધકેલી દેવાના હેતુથી આ પગલાં લેવામાં આવશે? આવો આપણે સૌ સાથે મળીને આની સામે અવાજ ઉઠાવીએ.

Share This Article