લોકોની જીત આખરે, અદાણીને કચ્છમાં અપાયેલ 108 હેકટર જમીન પરત લેવાઈ, ન્યાયની જીત, કાશ આમ જ ગૌચર બચે

Reena Brahmbhatt
3 Min Read

હાલમાં જ એક ખાસ ફેંસલામાં અદાણી ગ્રુપને આપવામાં આવેલી 108 હેક્ટર ગૌચર જમીન પરત લેવામાં આવશે. હાઇકોર્ટે ગુજરાત સરકારને જણાવ્યું હતું. આ જમીન અદાણી ગ્રુપને કચ્છમાં મુંદ્રા પોર્ટ બનાવવા માટે આપવામાં આવી હતી. જેની સામે ગ્રામજનોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

adani modi

- Advertisement -

ટ્રેન્ડિંગ વિડિઓઝ
લગભગ 13 વર્ષ બાદ ગુજરાત સરકાર નિર્ણય લેવામાં સફળ રહી છે. 2005માં, ગુજરાતના મહેસૂલ વિભાગે અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડને ગૌચરની 231 એકર જમીન ફાળવી હતી. પરંતુ ગ્રામજનોને જમીન ફાળવી હોવાની માહિતી 2010માં પ્રકાશમાં આવી હતી. જ્યારે APSEZએ ગૌચરની જમીનમાં ફેન્સીંગ કરવાનું શરૂ કર્યું હતું. અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડને ગૌચરની 231 એકર જમીન ફાળવવાના નિર્ણય સામે ગામના રહેવાસીઓએ પીઆઈએલ મારફતે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, 276 એકરમાંથી 231 એકર જમીન APSEZને ફાળવવામાં આવ્યા બાદ, ગામમાં માત્ર 45 એકર ગોચરની જમીન બચી છે. તેઓએ એવી પણ દલીલ કરી હતી કે આ પગલું ગેરકાયદેસર હતું કારણ કે ગામમાં પહેલેથી જ ચરવા માટેની જમીન ઓછી હતી. વધુમાં, તેમણે દાવો કર્યો હતો કે આ જમીન સામાન્ય અને સામુદાયિક સંસાધન છે. 2014 માં, રાજ્ય સરકારે અહેવાલ આપ્યો હતો કે નાયબ કલેક્ટરે ચરાઈ હેતુ માટે વધારાની 387 હેક્ટર સરકારી જમીન આપવાનો આદેશ પસાર કર્યો હતો. આ પછી હાઈકોર્ટે પીઆઈએલનો નિકાલ કર્યો હતો.

- Advertisement -

આમ છતાં આવું ન થતાં હાઇકોર્ટમાં તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 2015માં ગુજરાત સરકારે હાઈકોર્ટ સમક્ષ રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પંચાયતને ફાળવણી માટે ઉપલબ્ધ જમીન માત્ર 17 હેક્ટર છે. આ પછી ગુજરાત સરકારે બાકીની જમીન લગભગ 7 કિલોમીટર દૂર ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો. આ દરખાસ્ત ગ્રામજનોને સ્વીકાર્ય ન હતી. પશુઓ માટે આટલું લાંબુ અંતર કાપવું શક્ય ન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

આ પછી એપ્રિલ 2024માં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેંચે રેવન્યુ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરીને ઉકેલ શોધવાનો નિર્દેશ આપ્યો હતો. જે બાદ શુક્રવારે ACS એ એફિડેવિટ દ્વારા બેંચને જાણ કરી હતી કે ગુજરાત સરકારે લગભગ 108 હેક્ટર અથવા 266 એકર ગૌચર જમીન પાછી લેવાનો નિર્ણય કર્યો છે, જે અગાઉ APSEZને ફાળવવામાં આવી હતી. મહેસૂલ વિભાગે કોર્ટને જણાવ્યું કે રાજ્ય સરકાર ગામને 129 હેક્ટર જમીન પરત કરશે. આ માટે તે તેની કેટલીક જમીન અને 108 હેક્ટર જમીનનો ઉપયોગ કરશે જે અદાણી ગ્રૂપની પેઢી પાસેથી પાછી લેવામાં આવી રહી છે. હાઈકોર્ટની બેન્ચે ગુજરાત સરકારને આ દરખાસ્તનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી હાઈકોર્ટે કાર્યવાહી 7 જુલાઈ સુધી સ્થગિત કરી દીધી છે.

- Advertisement -
Share This Article