ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પાસે એકથી વધુ રેકોર્ડ તોડવાની તક

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 15 : ન્યુઝિલેન્ડ વિરુદ્ધ આવતીકાલ બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી દરમિયાન ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પાસે એકથી વધુ રેકોર્ડ સર્જવાની તક છે. અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 37 મેચમાં 18પ વિકેટ લઈ ચૂક્યો છે.

જો તે ન્યુઝિલેન્ડ સામેના પહેલી ટેસ્ટમાં 3 વિકેટ લેશે તો ઓસ્ટ્રેલિયાના નાથન લિયોનનો રેકોર્ડ તોડી નાખશે. લિયોનનાં નામે ડબ્લ્યૂટીસીના 43 મેચમાં 187 વિકેટ છે અને પહેલા ક્રમ પર છે. ન્યુઝિલેન્ડ સામેની 3 મેચની શ્રેણીમાં જો અશ્વિન 1પ વિકેટ લેશે તો ડબ્લ્યુટીસીમાં 200 વિકેટ પૂરી કરનારો પહેલો બોલર બની જશે.

- Advertisement -

હાલ અશ્વિનના ખાતામાં પ27 વિકેટ છે. વધુ 4 વિકેટથી તે નાથન લિયોનથી આગળ થશે. લિયોનનાં નામે પ30 વિકેટ છે. અશ્વિને ભારતમાં 128 ઇન્ટરનેશનલ મેચમાં કુલ 466 વિકેટ લીધી છે. જો તે ન્યુઝિલેન્ડ સામે 11 વિકેટ લેશે તો ભારતીય ધરતી પર સૌથી વધુ ઇન્ટરનેશનલ વિકેટ લેનારો બોલર બની જશે. અનિલ કુંબલે 476 ઇન્ટરનેશનલ વિકેટ સાથે હાલ પહેલા ક્રમે છે. ન્યુઝિલેન્ડ સામે અશ્વિન જો પ્લેયર ઓફ ધ સિરીઝ બનશે તો આ મામલે શ્રીલંકાના મુરલીધરનનો રેકોર્ડ તોડી નાંખશે. બન્નેના નામે આ એવોર્ડ 11-11 વખત છે.

Share This Article