ભારતની 2025થી વસતી ગણતરી શરૂ!

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 28 : કોવિડ-19ના કારણે લાંબા સમય સુધી ટાળવામાં આવેલી ભારતની જનગણના ફરીથી શરૂ થવા જઈ રહી છે. અહેવાલ અનુસાર 2025મા જનગણનાની શરૂઆત થઈ શકે છે. જો કે આ મામલે હજી સુધી સત્તાવાર રીતે કોઈપણ માહિતી આપવામાં આવી નથી. આ પહેલા જનગણતરી 2011મા કરવામાં આવી હતી.

આ અત્યારસુધીમાં લોકોને જનગણતરી સમયે ધર્મ અને વર્ગ પુછવામાં આવતો હતો પણ આ વખતે સંપ્રદાય પણ પુછવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, નવી જનગણતરી પૂરી થયા બાદ લોકસભા સીટનું સીમાંકન ફરીથી કરવામાં આવી શકે છે. એક રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે દેશની જનસંખ્યાનો સત્તાવાર સર્વે 2025મા શરૂ થઈ શકે છે. જેની કામગીરી 2026 સુધી ચાલુ રહેશે. રિપોર્ટ અનુસાર જનગણના બાદ લોકસભા બેઠકનું સીમાંકન શરૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા 2028 સુધી ચાલી શકે છે.

- Advertisement -

થોડા સમય પહેલા જ અહેવાલ સામે આવ્યા હતા કે જનગણતરીને લઈન સરકાર તરફથી તૈયારી ચાલી રહી છે. આ ઉપરાંત જનગણનાનો રિપોર્ટ 2026મા ઉપલબ્ધ થઈ જશે. વધુમાં પહેલી વખત જનગણતરી માટેના આંકડા ડિજીટલ રીતે એકત્રિત કરવામાં આવશે અને સંકલિત કરવામાં આવશે. આ માટે વિશેષ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલમાં જાતિગત જનગણરીના આંકડા માટે જોગવાઈ કરવામાં આવી રહી છે.

Share This Article