Non-vegetarian milk controversy India: ભારત એક સાંસ્કૃતિક દેશ છે અને અહીં હિન્દુઓ બહુમતીમાં છે તેથી સ્વાભાવિકપણે જ સનાતન ધર્મનું વર્ચસ્વ છે.વળી દેશના ઘણા હિસ્સાના લોકો સનાતની સાથે શુદ્ધ શાકાહારી પણ છે.અહીં નોનવેજ અને તેમાં પણ ખાસ તો ગુજરાતમાં નોનવેજ ખાનારો વર્ગ ખુબ ઓછો છે.ત્યારે આ મુદ્દો હાલને હાલ કોઈક રીતે ઇન્ટરનેશનલ બાબતોને પણ સ્પર્શતો બની ગયો છે.મુદ્દાની વાત કરીયે તો, ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અંગે ચાલી રહેલી વાટાઘાટો હવે એક નવા અને આશ્ચર્યજનક વળાંક પર પહોંચી ગઈ છે. આ વખતે વિવાદ કોઈ મશીન કે કાપડ પર નહીં, પરંતુ ગાય અને દૂધ પર કેન્દ્રિત છે. ભારત સરકારે અમેરિકાથી આવતા ડેરી ઉત્પાદનો અંગે કડક શરત મૂકી છે. માંસાહારી ગાયમાંથી ઉત્પાદિત દૂધનું ભારતમાં સ્વાગત કરવામાં આવશે નહીં.કેમ કે, ભારત તે એક સનાતની દેશ છે અને દૂધનો ઉપયોગ અહીં ભોજનમાં તો થાય જ છે પરંતુ ભૉજન સિવાય પણ પૂજા,ઉપવાસ કે વ્રતમાં પણ થાય છે.અને સનાતનમાં પૂજાને નોનવેજથી ખાસ દૂર રખાય છે.
તેથી જ ભારતનો તર્ક સ્પષ્ટ છે. આપણા દેશમાં દૂધ માત્ર એક આહાર નથી, પરંતુ ધાર્મિક રીતરિવાજો અને પૂજાનો અભિન્ન ભાગ છે. આવી સ્થિતિમાં, જો ગાયને માંસાહારી ખોરાક આપવામાં આવ્યો હોય, તો તેનું દૂધ ભારતીય સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે.
વેલ, અમેરિકામાં ડેરી ઉદ્યોગનો મોટો ભાગ ગાયોમાંથી દૂધ મેળવે છે જેમને શાકાહારી ખોરાક આપવામાં આવે છે તેમજ માછલીનું ભોજન, ચિકન હાડકાં અને અન્ય માંસના ભાગો જેવા પ્રાણી ઉત્પાદનો પણ મળે છે. આ પ્રાણી આધારિત ખોરાકમાં ઘણીવાર પ્રાણીઓનું લોહી અને માંસ મિશ્રિત ખોરાક આપવામાં આવે છે.આવી ગાયોને તકનીકી રીતે માંસાહારી માનવામાં આવે છે અને તેમના દૂધને યુએસમાં ‘નોન-વેજ મિલ્ક’ પણ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે ભારત આ દૂધની આયાત સામે વાંધો ઉઠાવી રહ્યું છે.
ધાર્મિક લાગણીઓ અને સાંસ્કૃતિક મૂલ્યો
ભારતમાં, ગાયને પવિત્ર માનવામાં આવે છે અને તેના દૂધનો ઉપયોગ ઘણીવાર પ્રસાદ, પૂજા સામગ્રી અને ધાર્મિક વિધિઓમાં થાય છે. યજુર્વેદમાં ગાયના દૂધને “દેવતાઓ તરફથી મળેલું વરદાન” પણ વર્ણવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, યુએસથી આવતા “નોન-વેજ” દૂધને ભારતીય સંસ્કૃતિ અને લાગણીઓની વિરુદ્ધ માનવામાં આવે છે.
અમેરિકાના પડકાર
અમેરિકન ઇચ્છે છે કે ભારત તેનું ડેરી બજાર ખોલે જેથી તે ભારતમાં તેના દૂધ અને દૂધના ઉત્પાદનોની નિકાસ વધારી શકે. પરંતુ ભારતની આ સ્થિતિ તે સમયે ટ્રમ્પ સરકાર માટે સમસ્યા બની ગઈ, કારણ કે ત્યાં મોટાભાગનું દૂધ “માંસાહારી ગાયો” માંથી મેળવવામાં આવે છે. આ વિવાદે ટેરિફ કરારને મુલતવી રાખ્યો અને આ મુદ્દો આજે પણ ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં એક સંવેદનશીલ મુદ્દો છે.
ભારતનું વલણ સ્પષ્ટ છે
ભારત કહે છે કે તે ફક્ત તે જ ડેરી ઉત્પાદનોની આયાતને મંજૂરી આપશે જે સંપૂર્ણપણે શાકાહારી ગાયોમાંથી મેળવવામાં આવે છે અને જે કોઈપણ પ્રકારના માંસ અથવા પ્રાણી આધારિત આહાર સાથે ઉછેરવામાં આવ્યા નથી.ભારતમાં આ પ્રકારને દૂધને મંજૂરી આપવામાં આવે તો એક મોટો વર્ગ નાખુશ થાય
તેમ છે.તેથી જ અહીં દૂધ જેવી પવિત્ર ચીજને નોનવેજ તરીકે સ્વીકારવામાં આવે તેવી શક્યતા ઓછી છે.