Cooperative Taxi Service: ઓલા-ઉબેર માટે ખતરો? સરકાર શરૂ કરશે નવી ટેક્સી સેવા

Arati Parmar
2 Min Read

Cooperative Taxi Service: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘સરકારના પ્રયાસોથી ટૂંક સમયમાં સહકારી ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત કાર, ઓટો અને બાઇક ટેક્સી ચલાવતા લોકો નોંધણી કરાવી શકશે. આનાથી થનારો સંપૂર્ણ નફો સીધો ડ્રાઇવરને જશે અને તેની પાસેથી કોઈ કમિશન લેવામાં આવશે નહીં.’ નોંધનીય છે કે, અમિત શાહ સહકાર મંત્રાલય પણ સંભાળે છે અને આ સંબંધિત એક પ્રશ્નના જવાબમાં તેમણે સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ‘અત્યાર સુધી આવી ટેક્સી સેવાઓમાંથી મળતું કમિશન અમીર લોકોના હાથમાં જતું હતું અને ડ્રાઈવર બેરોજગાર રહેતા હતા. હવે આવું નહીં થાય અને સહકારી ક્રાંતિ શરૂ થશે.’

Share This Article