તમે જાતે જ ‘હા’ કરી રહ્યા છો… પણ કંપની તમને ‘હા’ કહેવડાવે છે એ તમને ખબર પણ નથી! સરકારને પણ કરવી પડી કાર્યવાહી
Dark Patterns: ઓનલાઈન કંઈક ખરીદતા કે કોઈ એપ/વેબસાઇટ વાપરતા સમયે આપણે ઘણી વખત ઝડપથી “Agree”, “Continue”, “Subscribe” કે “Allow” દબાવી દઈએ છીએ.
પણ આ જ જગ્યાએ શરૂ થઈ શકે છે ‘ડાર્ક પેટર્ન’નો ખેલ.
એવી ડિઝાઇન કે જેમાં ગ્રાહકને પોતાની પસંદગી સ્વતંત્ર રીતે કરવાની જગ્યાએ ચોક્કસ નિર્ણય તરફ દોરી શકાય — ક્યારેક મહત્વની માહિતી નાની જગ્યાએ છુપાયેલી હોય, ક્યારેક “ના” કરવાનો વિકલ્પ શોધવો મુશ્કેલ હોય અને ક્યારેક સબ્સ્ક્રિપ્શન કે અન્ય પસંદગી સમજ્યા વગર ચાલુ થઈ જાય.
જૂન 2026માં કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળે PhysicsWallah પર ₹5 લાખ અને McAfee Software India પર ₹1 લાખનો દંડ ફટકાર્યો હતો અને ગ્રાહકોની જાણકારીપૂર્વક પસંદગી પર અસર કરતી આવી પ્રથાઓ બંધ કરવા નિર્દેશ આપ્યો હતો.
એટલે સવાલ માત્ર એટલો નથી કે “મેં શું દબાવ્યું?”
સવાલ એ પણ છે કે…
“મને એ જ બટન દબાવવા માટે ડિઝાઇન તો કરવામાં નહોતો આવ્યો ને?”
આગળથી કોઈ એપ કે વેબસાઇટ પર ‘Agree’ દબાવતા પહેલાં એક વાર વિચારો.

