પાકિસ્તાનમાં પણ દિવાળીની ઊજવણી કરવામાં આવી

Reena Brahmbhatt
1 Min Read

ઇસ્લામાબાદ, તા. 31 : પ્રકાશપર્વ દિવાળીના માનમાં માત્ર ભારત જ નહીં દુનિયાભરના દેશો ઉજવણી કરી રહ્યા છે. ખાસ અચરજ પમાડે તેવી હકીકત તો એ બની છે કે, પાકિસ્તાને પણ દિવાળી ઊજવી છે. પાકના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝ હિન્દુ અને શીખ સમુદાયોના સભ્યો સાથે દિવાળીની ઉજવણીમાં સામેલ થયા હતા.

મરિયમે દીવડા પ્રગટાવીને પ્રકાશ પર્વની ઉજવણીની શરૂઆત કરવા સાથે વર્ચ્યુઅલ આતશબાજી પણ કરી હતી. આ અવસરે લોકોને સંબોધતાં મરિયમે કહ્યું હતું કે, જો કોઇ લઘુમતીઓ સાથે અત્યાચાર કરશે તો હું પીડિતો સાથે ઊભેલી જોવા મળીશ. મરિયમે ઉજવણી દરમ્યાન હિન્દુ મહિલાઓ સાથે વાતો કરી હતી, તો 1400 હિન્દુ પરિવારને 15-15 હજાર રૂપિયાના ચેક અર્પણ કર્યા હતા. દરમ્યાન નવી દિલ્હી સ્થિત નોર્વેના દૂતાવાસમાં પણ?દિવાળીની ઉજવણીમાં ત્રી-2 ફિલ્મનાં ગીત પર નોર્વેના રાજદૂત એલિન સ્ટેનરે ડાન્સ કર્યો હતો.

- Advertisement -
Share This Article