કેન્દ્રએ સપ્ટેમ્બર ૨૦૨૨માં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ), ઇડી અને વિવિધ સ્ટેટ પોલીસ ફોર્સના દરોડા પછી પીએફઆઇ પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્દ્રએ તેને ગેરકાયદે અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાયેલા સંગઠન તરીકે ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. એસડીપીઆઈની સ્થાપના ૨૦૦૯માં થઈ હતી. તે ચૂંટણીપંચ સમક્ષ રાજકીય પક્ષ તરીકે નોંધાયેલી છે.
ઇડીએ જણાવ્યું હતું કે પીએફઆઇની સંપત્તિ ટાંચમાં લેતો આદેશ છ નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી પીએફઆઇની કુલ ૧૨૯ કરોડ રુપિયાની સંપત્તિ ટાંચમાં લેવી છે. આ પ્રોપર્ટીઝ વિવિધ નામો હેઠળ નોંધાયેલી હતી, તેમા ગ્રીન વેલી ફાઉન્ડેશન, અલપ્પુઝહા સોશિયલ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, પંડલમ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ, વાયનાડમાં ઇસ્લામિક સેન્ટર ટ્રસ્ટ, મલપ્પુરમમાં હરિથમ ફાઉન્ડેશન, અલુવામાં પેરિયાર વેલી ચેરિટેબલ ટ્રસ્ટ, પલક્કડમાં વલ્લાવુનાદ ટ્રસ્ટ, તિરુવનન્તપુરમમાં એસડીપીઆઈના કેટલાક પ્લોટ્સનો સમાવેશ થાય છે. ઇડીએ જણાવ્યું હતું કે પીએફઆઇ ફિઝિકલ એજ્યુકેશન ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ચલાવતી હતી અને તેણે તેના નેજા હેઠળ ઘણી બધી પ્રોપર્ટી બનાવી હતી. પીએફઆઈ ઉપરોક્ત પ્રોપર્ટીઝમાં વ્યાપક પાયા પર પીઇ ક્લાસ ચલાવતી હતી અને વિવિધ શસ્ત્રોનો ઉપયોગ કરતાં શીખવાડતી હતી.
આ ક્લાસનું ધ્યેય જેહાદી એજન્ડા પૂરો કરવાનું હતું.

