મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ પાર્ટીના રાજ્ય એકમોને સલાહ આપી હતી કે તેણમે માત્ર એવા વચનો આપવા જોઈએ જે આર્થિક રૂપે સંભવ હોય.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના “આર્થિક રીતે શક્ય” વાળા નિવેદન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ખરાબ રીતે ઉઘાડી પડી ગઈ છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું- કોંગ્રેસ પાર્ટીને તે અહેસાસ થઈ રહ્યો છે કે ખોટા વચન આપવા તો સરળ છે, પરંતુ તેને સાચી રીતે લાગૂ કરવા મુશ્કેલ કે અસંભવ છે. તે સતત પ્રચાર દરમિયાન લોકોને તેવા વચનો આપતા રહે છે, પરંતુ તેને ખબર છે કે આ ક્યારેય પૂરા થશે નહીં. હવે તે લોકોની સામે ઉઘાડા પડી ગયા છે.
કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વિકાસની ગતિ ખરાબ
કોંગ્રેસ પર હુમલો કરતા પીએમ મોદીએ કહ્યું- આજે કોંગ્રેસની સરકારવાળા રાજ્યો- હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગણા પર નજર કરો. વિકાસની ગતિ અને રાજકોષીય સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, “તેમની કહેવાતી ગેરંટી અધૂરી રહી છે, જે આ રાજ્યોના લોકો સાથે ભયંકર વિશ્વાસઘાત છે આ વચનો, પણ તેમની હાલની યોજનાઓને નબળી પાડે છે.”
પીએમ મોદીએ જણાવ્યું કઈ રીતે કામ કરે છે કોંગ્રેસ?
પીએમ મોદી અહીં જ ન અટક્યા, તેમણે વધુમાં કહ્યું કે, “કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી વિકાસના કામ કરવાને બદલે પાર્ટીની આંતરિક રાજનીતિ અને લૂંટફાટમાં વ્યસ્ત છે. એટલું જ નહીં, તેઓ હાલની યોજનાઓને પણ પાછી ખેંચી લેવા જઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં, સરકારી કર્મચારીઓને તેમના વચન મુજબ લોન માફીની રાહ જોવાઈ રહી છે, તેઓએ કેટલાક ભથ્થાંનું વચન આપ્યું હતું જેનું પાંચ વર્ષ સુધી અમલ કરવામાં આવ્યું ન હતું.
પીએમ મોદીએ કહ્યું, “દેશની જનતાએ કોંગ્રેસ દ્વારા પ્રાયોજિત ખોટા વચનોની સંસ્કૃતિથી સાવધ રહેવું પડશે! અમે તાજેતરમાં જોયું કે કેવી રીતે હરિયાણાના લોકોએ તેમના જૂઠાણાને નકારી કાઢ્યા અને ભારતભરમાં એક સ્થિર, કાર્ય-સંચાલિત સરકારને પસંદ કરી. વધતી જતી અનુભૂતિ એ છે કે કોંગ્રેસને મત આપવો એ શાસન, ખરાબ અર્થવ્યવસ્થા અને અપાર લૂંટ માટે મતદાન છે, ભારતના લોકો વિકાસ અને પ્રગતિ ઇચ્છે છે, તે જ જૂની રીત નહીં.”