FAME-II Subsidy Scam: ઇલેક્ટ્રિક વાહનો સસ્તાં કરવાના નામે અપાતી સબસિડીમાં ₹297 કરોડની ગેરરીતિના આક્ષેપ! લોકોના ટેક્સના પૈસા આવી રીતે વેડફાય તો જવાબદાર કોણ?

Arati Parmar
2 Min Read

FAME-II Subsidy Scam: ઇલેક્ટ્રિક વાહનો સસ્તાં કરવાના નામે અપાતી સબસિડીમાં ₹297 કરોડની ગેરરીતિના આક્ષેપ! લોકોના ટેક્સના પૈસા આવી રીતે વેડફાય તો જવાબદાર કોણ?

FAME-II Subsidy Scam: સરકાર કહે છે કે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સબસિડી આપવામાં આવે છે, જેથી વાહનોની કિંમત ઘટે અને સામાન્ય લોકોને તેનો લાભ મળે. પરંતુ જ્યારે આવી જ યોજનામાં કરોડો રૂપિયાની ગેરરીતિના આક્ષેપો સામે આવે, ત્યારે સવાલ ઊઠવો સ્વાભાવિક છે.

- Advertisement -

કેન્દ્ર સરકારની FAME-II યોજનામાં ત્રણ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપનીઓ દ્વારા આશરે ₹297 કરોડની સબસિડી ખોટી રીતે મેળવવાના આક્ષેપો સામે આવ્યા હતા. આ મામલે ભારતમાં જ ઉત્પાદન કરવાની શરતોના પાલન અંગે પ્રશ્નો ઊઠ્યા હતા.

હવે જરા વિચારો… આ પૈસા કોઈની ખાનગી તિજોરીમાંથી આવ્યા નહોતા. આ દેશના લોકોના કરવેરાના પૈસા છે. સામાન્ય માણસ પેટ્રોલ-ડીઝલના ભાવ, મોંઘવારી અને રોજિંદા ખર્ચ વચ્ચે બચત કરવા મથે છે, ત્યારે સરકારની યોજનાઓમાં અપાતી સબસિડીનો એક-એક રૂપિયો યોગ્ય રીતે વપરાય તે જરૂરી છે.

- Advertisement -

સબસિડીનો હેતુ લોકો સુધી રાહત પહોંચાડવાનો હોય છે. જો નિયમોનું પાલન કર્યા વિના કંપનીઓને સબસિડી મળે, તો તેનો ભાર આખરે જાહેર નાણાં પર પડે છે અને યોજનાના મૂળ હેતુ પર પણ સવાલ ઊભા થાય છે.

સવાલ માત્ર ₹297 કરોડનો નથી. સવાલ એ છે કે લોકોના પરસેવાની કમાણીમાંથી વસૂલાયેલા ટેક્સના પૈસાનો હિસાબ કોણ આપશે? નિયમો તોડનાર પાસેથી સંપૂર્ણ વસૂલાત થશે? અને આવી ગેરરીતિ ફરી ન થાય તેની જવાબદારી કોણ લેશે?

- Advertisement -

સરકારી યોજના કોઈની મહેરબાની નથી; એ જનતાના પૈસાથી ચાલે છે. એટલે જનતાને હિસાબ માગવાનો પૂરો અધિકાર છે.

Share This Article