Harish Rana Euthanasia Case: હરીશ રાણા કેસ: 13 વર્ષની પીડાનો અંત, એઈમ્સમાં શરૂ થઈ ઈચ્છામૃત્યુની અંતિમ પ્રક્રિયા, જાણો શું છે મેડિકલ પ્રોટોકોલ

Arati Parmar
3 Min Read

Harish Rana Euthanasia Case: હરીશ રાણાની ઈચ્છામૃત્યુની પ્રક્રિયા એઈમ્સ (AIIMS) માં પૂર્ણ કરવામાં આવી રહી છે. તેમનું લાઈફ સપોર્ટ સિસ્ટમ જેમ કે ફીડિંગ ટ્યુબ અને વેન્ટિલેટર હટાવી દેવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, 13 વર્ષથી કોમા જેવી સ્થિતિમાં રહેલા હરીશ રાણાને હવે નોર્મલ બેડ પર ખસેડવામાં આવ્યા છે. હાલમાં હરીશ રાણાની હાલત સ્થિર છે. સુપ્રીમ કોર્ટ તરફથી ઈચ્છામૃત્યુની મંજૂરી મળ્યા બાદ એઈમ્સનું મેડિકલ બોર્ડ તેમની દરેક કન્ડિશન પર નજર રાખી રહ્યું છે. ભલે હરીશ રાણાની ફીડિંગ ટ્યુબ હટાવી દેવામાં આવી છે, પરંતુ ડોક્ટરો હજુ પણ તેમને મગજને શાંત રાખતી (બ્રેન સૂધિંગ) દવાઓ આપી રહ્યા છે.

હરીશ રાણાના માતા-પિતાનું થઈ રહ્યું છે કાઉન્સિલિંગ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાઝિયાબાદના હરીશ રાણાના માતા-પિતા અને ભાઈઓનું દરરોજ કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. આ તમામ લોકો પણ એઈમ્સમાં જ છે. એઈમ્સના એનેસ્થેસિયા અને પેલિએટિવ મેડિસિન વિભાગના હેડ ડોક્ટર સીમા મિશ્રાની આગેવાની હેઠળની ટીમ હરીશ રાણાની પેસિવ ઈચ્છામૃત્યુ (Passive Euthanasia) ની પ્રક્રિયાને અંજામ આપી રહી છે.

- Advertisement -

દર્દીને પીડા ઓછી થાય તેનું રખાય છે ધ્યાન

એઈમ્સ, દિલ્હીમાં ઓન્કો એનેસ્થેસિયા વિભાગના પૂર્વ હેડ ડો. સુષમા ભટનાગરના જણાવ્યા અનુસાર, આ પ્રોસેસમાં સામાન્ય રીતે ન્યુટ્રિશનલ સપોર્ટ ધીમે ધીમે હટાવવામાં આવે છે અને એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે દર્દીને પીડા ઓછામાં ઓછી થાય.

  • ભટનાગરના જણાવ્યા મુજબ, દર્દીને પેલિએટિવ સિડેશન આપવામાં આવે છે, જેથી તે પરેશાન ન થાય.

  • લાઈફ સપોર્ટ સિસ્ટમ જેવી કે આર્ટિફિશિયલ ન્યુટ્રિશન, ઓક્સિજન અને મેડિકેશનને ધીમે ધીમે હટાવવામાં આવે છે.

  • આનો હેતુ એ છે કે મૃત્યુ ન તો લાંબી ખેંચાય અને ન તો તે ખૂબ જલ્દી આવે.

‘બેસ્ટ ઇન્ટરેસ્ટ પ્રિન્સિપલ’ (Best Interest Principle) શું છે?

ઈચ્છામૃત્યુના કેસમાં પ્રોટોકોલ છે – બેસ્ટ ઇન્ટરેસ્ટ પ્રિન્સિપલ. જ્યારે દર્દી પોતે કોઈ નિર્ણય લઈ શકતો નથી, ત્યારે એવી સ્થિતિમાં મેડિકલ બોર્ડ અને ફેમિલી મેમ્બરને પૂછવું જોઈએ કે દર્દી શું ઈચ્છતો હશે? હરીશ રાણા કેસમાં પણ આ જ પ્રક્રિયા અપનાવવામાં આવી. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથને પણ હરીશ રાણાને પેસિવ ઈચ્છામૃત્યુની મંજૂરી આપતા પોતાના ચુકાદામાં દર્દીના શ્રેષ્ઠ હિતનો હવાલો આપ્યો હતો.

- Advertisement -

કોર્ટે 30 દિવસના વિચાર સમયગાળામાંથી આપી હતી છૂટ

હરીશ રાણાના કેસમાં કોર્ટે 30 દિવસના વિચાર સમયગાળા (Cooling-off period) માંથી પણ છૂટ આપી દીધી હતી, કારણ કે મેડિકલ બોર્ડ અને ફેમિલી મેમ્બર્સે સ્વીકારી લીધું હતું કે હવે હરીશ રાણાની રિકવરી થવી મુશ્કેલ છે. ત્યારબાદ જ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

13 વર્ષથી કોમા જેવી સ્થિતિમાં છે હરીશ રાણા

2013 માં હરીશ રાણા એક પીજી હોસ્ટેલના ચોથા માળેથી પડ્યા બાદ માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેઓ તે સમયે પંજાબ યુનિવર્સિટીમાંથી બી-ટેક કરી રહ્યા હતા. તે અકસ્માત બાદથી જ હરીશ રાણા કોમા જેવી સ્થિતિમાં છે. તેમની હાલતમાં છેલ્લા 13 વર્ષથી કોઈ સુધારો થયો નહોતો અને તેઓ પથારીવશ હાલતમાં જ હતા.

- Advertisement -
Share This Article