ચીનના વુહાન શહેરમાંથી દુનિયામાં ફેલાયેલા કોરોના બાદ હૃદયની બીમારી વધી

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 24 : ચીનના વુહાન શહેરમાંથી દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસની અસર હવે ભલે લોકો પર નહિવત થાય છે, પરંતુ કોરોનાના કારણે હૃદય સંબંધી સમસ્યાઓનું જોખમ વધી ગયું હોવાનો ખુલાસો હાલમાં જ બહાર આવેલા એક અહેવાલમાં કરાયો હતો. અલબત્ત, કોરોના મહામારી બાદ હૃદયાઘાતનું પ્રમાણ પણ વધી ગયું છે તેવું પણ જણાવાયું હતું.

સ્વસ્થ જીવનશૈલી માટે હળવી પણ નિયમિત કસરત, પૌષ્ટિક આહાર લેવું જરૂરી છે. એક મીડિયા હેવાલ મુજબ, આર્ટેરિયોસ્ક્લોરોસિસ, થ્રોમ્બોસિસ અને વૈસ્કુલર બાયોલોજી જર્નલના હેવાલમાં જણાવ્યા અનુસાર, કોવિડ-19ના એક હજાર દિવસમાં જ હૃદય સંબંધી જોખમો વધી ગયા છે. એટલું જ નહીં, પણ હૃદય, ફેંફસાં અને લોહીને લગતી બીમારીના તબીબો અને ઈન્સ્ટિટયૂટનું માનવું છે કે, આ સ્થિતિ ચિંતાજનક છે. લોકોને હૃયાઘાતના હુમલાનું પ્રમાણ પહેલાં કરતાં વધી ગયું છે. હૃદયને લગતી બીમારીથી બચવા જીવનશૈલીમાં બદલાવ કરવાથી, હળવી પણ નિયમિત કસરત કરવી અને પૌષ્ટિક ખોરાક લેવાની અનેક તબીબો અને ન્યુટ્રિશનિસ્ટો સલાહ આપે છે.

- Advertisement -
Share This Article