IIM Guwahati Inauguration: PMએ આસામમાં IIM અને નેશનલ ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું; પૂર્વોત્તરમાં મેનેજમેન્ટ કોર્સને મળશે વેગ

Arati Parmar
1 Min Read

IIM Guwahati Inauguration: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ગુવાહાટી સ્થિત ભારતીય પ્રબંધન સંસ્થાન (IIM)નું ઉદ્ઘાટન કર્યું અને એક અત્યાધુનિક ડેટા સેન્ટર પણ શરૂ કર્યું, જે સમગ્ર પૂર્વોત્તર ક્ષેત્રની ડિજિટલ અને વહીવટી જરૂરિયાતોને પૂરી કરશે. આ વર્ચ્યુઅલ કાર્યક્રમ દ્વારા કામચલાઉ કેમ્પસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી આ વિસ્તારમાં મેનેજમેન્ટ કોર્સ અને ઉચ્ચ શિક્ષણને નવી ગતિ મળવાની આશા છે.

કેન્દ્ર સરકારે ગુવાહાટીમાં આ IIM સ્થાપવાની મંજૂરી ગત વર્ષે આપી હતી. આ પૂર્વોત્તરનું બીજું IIM અને સમગ્ર દેશનું 22મું IIM છે, જ્યારે આ ક્ષેત્રનું પ્રથમ IIM શિલોંગમાં આવેલું છે.

- Advertisement -

પીએમ-ઈબસ યોજના હેઠળ નવી ઈલેક્ટ્રિક બસો રવાના
પ્રધાનમંત્રીએ આસામના કામરૂપ જિલ્લાના અમીનગાંવમાં સ્થાપિત પૂર્વોત્તર ક્ષેત્રના ‘નેશનલ ડેટા સેન્ટર’ (NDC)નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન લચિત ઘાટથી કર્યું હતું.

8.5 મેગાવોટની મંજૂર ક્ષમતા અને પ્રતિ રેક 10 કિલોવોટની સરેરાશ ક્ષમતા ધરાવતું આ અત્યાધુનિક ડેટા સેન્ટર વિવિધ સરકારી વિભાગોના મહત્વના એપ્લિકેશનને હોસ્ટ કરશે અને અન્ય NDC માટે ‘ડિઝાસ્ટર રિકવરી સેન્ટર’ તરીકે પણ કાર્ય કરશે.

- Advertisement -

મોદીએ પીએમ-ઈબસ સેવા યોજના હેઠળ 225 ઈલેક્ટ્રિક બસોને પણ લીલી ઝંડી બતાવી રવાના કરી હતી.

આમાંથી 100 બસો ગુવાહાટી માટે, 50-50 બસો નાગપુર અને ભાવનગર માટે અને 25 બસો ચંદીગઢ માટે છે.

- Advertisement -
Share This Article