સુરતઃ રિક્ષાને બચાવવા જતાં ટ્રિપલ અકસ્માત સર્જાયો, બસની પાછળનો ટેમ્પો અને તેની પાછળ આવતી કાર વચ્ચે ટક્કર.

Reena Brahmbhatt
2 Min Read

બ્રિજ પર અચાનક રિક્ષાનું ટાયર ફાટતાં પાછળથી આવતી એસટી બસના ચાલકે બ્રેક મારતાં ટેમ્પો કાર સાથે અથડાઈ હતી.

સુરતના વરાછા મેઈન રોડ ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. રિક્ષાનું ટાયર ફાટતાં પાછળથી આવતી એસટી બસના ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કરતાં અચાનક બ્રેક લગાવી દેતાં કાર પાછળથી આવી રહેલા સુમુલ ડેરીના ટેમ્પો અને ટેમ્પા સાથે અથડાઈ હતી. આ સમગ્ર અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માતના કારણે પુલ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે હળવો કર્યો હતો.

- Advertisement -

accident car

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. સુમુલ ડેરીની દૂધની વાન અને એસટી બસની પાછળ આવતી કાર વચ્ચે ટક્કર થઈ હતી. મળતી માહિતી મુજબ વરાછા મેઈન રોડ, પોદાર ચાર રસ્તાથી શરૂ થતા ઓવરબ્રિજ પર કાપોદ્રા પાસે અચાનક રીક્ષાનું ટાયર નીકળી ગયું હતું.

- Advertisement -

રિક્ષાચાલકને ઇજા થતા બચાવવા માટે એસટી બસના ચાલકે બ્રેક લગાવી હતી જેના કારણે પાછળથી આવતો સુમુલ ડેરીનો ટેમ્પો બસ સાથે અથડાયો હતો અને ટેમ્પાની પાછળ આવતી કાર ટેમ્પા સાથે અથડાઇ હતી. પહેલા એસટી બસને સુમુલ ડેરીના ટેમ્પો અને તેની પાછળ આવતી કારે ટક્કર મારી હતી. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી.

એસટી બસમાં 30 જેટલા મુસાફરો સવાર હતા. એસટી બસના ડ્રાઈવરની સતર્કતાને કારણે કોઈને ઈજા થઈ નથી. આ એસટી બસ સુરત ડેપોથી કાટલીમોરા-દાહોદ જઈ રહી હતી. આ સમગ્ર ઘટના બાદ પુલ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જે બાદ પોલીસે તુરંત બ્રિજ પર પહોંચીને ટ્રાફિકને સરળ બનાવવાની કામગીરી કરી હતી અને અકસ્માત સર્જનાર વાહનોને હટાવ્યા હતા.

- Advertisement -
Share This Article