BREAKING : India Pakistan Ceasefire Announcement: ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ: વિદેશ સચિવે જાહેર કર્યું, 12 મેના યોજાશે આગામી બ્રીફિંગ

Arati Parmar
By Arati Parmar 1 Min Read

India Pakistan Ceasefire Announcement: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરવામાં છે. વિક્રમ મિસરીએ કહ્યું કે બંને દેશો યુદ્ધવિરામ માટે તૈયાર છે. 5 વાગ્યાથી જમીન, આકાશમાં અને યુદ્ધમાં યુદ્ધવિરામ કરવામાં આવ્યું છે. ડીજીએમઓ 12મી તારીખે બપોરે 12 વાગ્યે વાટાઘાટો કરશે.

આ યુદ્ધવિરામ અમેરિકાની મધ્યસ્થી દ્વારા કરવામાં આવ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સાંજે 5:30 વાગ્યે ટ્વીટ કરીને આ માહિતી આપી.

- Advertisement -

તેમણે કહ્યું, ‘અમેરિકાના મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી, મને જણાવતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન હુમલાઓને તાત્કાલિક અને સંપૂર્ણપણે રોકવા માટે સંમત થયા છે.’

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ અને ઉપરાષ્ટ્રપતિએ મોદી સાથે વાત કરી હતી. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને હું પોતે છેલ્લા 48 કલાકથી ભારત-પાકિસ્તાનના અધિકારીઓ તેમજ પીએમ નરેન્દ્ર મોદી, પીએમ શાહબાઝ શરીફ, વિદેશ મંત્રી એસ જયશંકર, સંરક્ષણ મંત્રી અસીમ મુનીર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે વાત કરી રહ્યા છીએ.

- Advertisement -

તેમણે કહ્યું, ‘મને એ જણાવતા આનંદ થાય છે કે પાકિસ્તાન અને ભારતની સરકારો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થઈ છે.’ બંને દેશોએ નિષ્પક્ષ મંચ પર વિવાદોના ઉકેલ માટે વાતચીત કરવા સંમતિ આપી છે. શાંતિનો માર્ગ સમજદારીપૂર્વક પસંદ કરવા બદલ અમે મોદી અને શાહબાઝ શરીફની પ્રશંસા કરીએ છીએ.

Share This Article