India Pakistan Conflict: ઓપરેશન સિંદૂરમાં આતંકીઓના લોન્ચ પેડનો નાશ, ભારતીય સેનાનો સચોટ પ્રહાર

Arati Parmar
By Arati Parmar 2 Min Read

India Pakistan Conflict: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 તારીખે કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા 26 લોકોના મોતનો બદલો લેવામાં આવ્યો છે. જેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoK મળીને કુલ 9 આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા.

ભારતીય સૈન્યની મોટી કાર્યવાહી

- Advertisement -

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ભારતના સરહદી વિસ્તારોમાં હુમલાઓ કરવાનું શરૂ કર્યું છે. જોકે, ભારતીય સેના પણ તેનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. ગઈકાલે રાત્રે પાકિસ્તાને જમ્મુ સેક્ટરમાં BSF ચોકીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેનો BSF એ જોરદાર જવાબ આપ્યો, જેમાં પાકિસ્તાન રેન્જર્સની ચોકીઓ અને સંપત્તિઓને ભારે નુકસાન થયું. આ સાથે જ અખનૂરની સામે લૂની (સિયાલકોટ) ખાતે એક આતંકવાદી લોન્ચ પેડ પણ સંપૂર્ણપણે ધ્વસ્ત કર્યું છે.

આ કાર્યવાહી 08 અને 09 મે 2025 ની રાત્રે કરવામાં આવી હતી, જ્યારે પાકિસ્તાની સેના જમ્મુ-કાશ્મીર અને પંજાબના અનેક શહેરોમાં ડ્રોન હુમલા કરવાના પ્રયાસ કરી રહી હતી. ત્યારે ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડ પર હુમલો કરીને તેને ધ્વસ્ત કરી દીધું હતું. તેમજ પાકિસ્તાની ચેકપોસ્ટ પણ ઉડાવી દીધી હતી.

- Advertisement -

ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાનના રાજદ્વારી દ્વારા ખોટા દાવાઓ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાને ભારત પર લોકોના રહેણાકોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ ભારત દ્વારા વારંવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભારતીય સેના ફક્ત આતંકવાદીઓ સામે અને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કામ કરી રહી છે. કોઈ નાગરિક કે બિન-લશ્કરી જગ્યાઓને નુકસાન થયું નથી.

Share This Article