India-Pakistan Tension: નવી દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાની હાઇ કમિશનમાં ફરજ બજાવતા એક અધિકારીને પર્સોના નોન ગ્રેટા જાહેર કરી દેવાયા છે અને તેને 24 કલાકમાં દેશ છોડવા માટે કહેવામાં આવ્યું છે. ભારતે આ કાર્યવાહી પાકિસ્તાની અધિકારીના પોતાના અધિકારક્ષેત્રની બહાર અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હતા. ભારતે આજે(13 મે) આ સંદર્ભમાં પાકિસ્તાન હાઈ કમિશનના પ્રભારીને એક ડિમાર્ચ (બીજા દેશ સામે લેવાયેલ રાજદ્વારી પગલું) જારી કર્યું અને ઉપરોક્ત અધિકારીને 24 કલાકની અંદર દેશની બહાર મોકલવા જણાવ્યું.
જો કે, સરકાર દ્વારા પાકિસ્તાની અધિકારીની ઓળખ અને તે કઈ રીતે શંકાસ્પદ ગતિવિધિઓમાં સામેલ હતો, આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવાયું છે કે, ભારત સરકારે નવી દિલ્હી ખાતે પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક પાકિસ્તાની અધિકારીને ભારતમાં અધિકારક્ષેત્ર બહારની ગતિવિધિઓમાં સામેલ થવાના કારણે પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યા છે. અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે. આ અંગે આજે પાકિસ્તાન હાઈ કમિશનના પ્રભારીને આજે આ હેતુથી એક ડિમાર્ચ જારી કરવામાં આવ્યું હતું.
પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં 9 આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં ભારતે એરસ્ટ્રાઈક કરીને જૈશ, લશ્કર અને હિઝબુલના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જેમાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ ઠાર મરાયા.