Justice BR Gavai Takes Oath As CJI: ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ: જસ્ટિસ બી.આર. ગવઈએ લીધા શપથ

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Justice BR Gavai Takes Oath As CJI: જસ્ટિસ ભુષણ રામક્રિષ્ના ગવઈએ ભારતના 52માં ચીફ જસ્ટિસ (CJI) પદે આજે બુધવારે શપથ ગ્રહણ કર્યા છે. આજથી તેઓ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પદે ફરજ નિભાવશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પદે બીઆર ગવઈએ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સમક્ષ શપથ ગ્રહણ કર્યા હતાં.

દેશના 51માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્ના ગઈકાલે મંગળવારે નિવૃત્ત થયા હતાં. નવા CJI આગામી છ મહિના સુધી કાર્યભાર સંભાળશે. CJI બીઆર ગવઈ 23 નવેમ્બર, 2025ના રોજ નિવૃત્ત થવાના છે. અનુસૂચિત જાતિ સમુદાયમાંથી જસ્ટિસ કેજી બાલક્રિશ્નન બાદ જસ્ટિસ ગવઈ બીજા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા છે.

- Advertisement -

Share This Article