India Shrinking Agricultural Land: ઘટી રહી છે ખેતીની જમીન, ક્યાંક દાણા દાણા માટે મોહતાઝ ન થવું પડે …

Arati Parmar
8 Min Read

By : Reena Brahmbhatt

India Shrinking Agricultural Land: આલ્સફાટની દૂર દૂર સુધી ફેલાયેલી કાળી સડકો, સ્કાય સ્ક્રેપર્સ બિલ્ડીંગ, દૂર સુધી બસ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો, જંગલો અને બસ જંગલો આ છે આજનું ચિત્ર પણ તેની સામે કોઈને કોઈ ઇસ્યુ નથી.પરંતુ અસલમાં ૧૯૯૦ ના દાયકાના મધ્યભાગથી, ભારતીય અને વિદેશી કંપનીઓ, સરકારો, ટ્રસ્ટો અને અન્ય સંસ્થાઓએ મુખ્યત્વે ગરીબ ખેડૂતો પાસેથી ખરીદેલી જમીન પર ઝડપથી વ્યવસાયો – કોલેજો, ફેક્ટરીઓ, ફ્લેટ, ઓફિસો અને અન્ય સુવિધાઓ – સ્થાપી છે. પરિણામે, ભારતમાં ખેતીની જમીન ચિંતાજનક દરે ખતમ થઈ રહી છે.

- Advertisement -

આજે પેલી ચી ચી કરી ફળિયું અને મકાનની છત ગજવતી ચકલીઓ તો સાવ ગાયબ થઇ ગઈ.કાગડા, કબૂતર ઘટતા જઈ રહ્યા છે.ક્યાંક ક્યાંક બળાપા થાય છે પરંતુ આખરે શું ? પ્રકૃતિને બચાવવા માં કોને રસ છે ? હા, વાતો તો દુનિયાભરની થાય પરંતુ નિષ્કર્ષ શું નીકળે ? કોને જંગલો, જમીન, પર્વતો અને નદીઓ બચાવવા માટે ચિંતા થાય છે ? જેવા પ્રશ્નો તો આપણી સામે જ તકાયેલા છે. કેમ કે, જાગૃત નાગરિક જ દેશનું સાચું ધન હોય છે અને જે દેશના નાગરિકો જાગૃત હોય ત્યાં સમસ્યાઓ પણ ઓછી હોય અને રાજ્ય પણ સાચા સ્વરાજ્યની જેમ ચાલતું હોય છે.ખેર અહીં હાલ આપણે હવે ખેતી લાયક કેટલી જમીન બચી છે તે અંગે ખાસ વાત અહીં કરી રહ્યા છીએ.કેમ કે, આપણા ધ્યાન બહાર આ બાબત ભલે હોય પરંતુ જો ખેતી જ સાવ ઘટી જશે તો, ખાવાના ફાંફા પડશે, મોંઘવારી બેફામ વધશે.આજે જેમ સોનુ મધ્યમવર્ગની પહોંચની બહાર છે કંઈક તે જ પ્રકારે અનાજ પણ એક દિવસ સામાન્ય લોકોની પહોંચ બહાર થઇ શકે છે.

જે દિવસે ખેતી અને ખેતીલાયક જમીન, નદી અને વરસાદ નહીં હોય ત્યારે જે લોકો ખેતી હજી પણ ખરાબ હાલતમાં કરી આપણને ભોજન પૂરું પાડી રહ્યા છે તે સાવ અસમર્થ થઇ જશે. હાલની સ્થિતિમાં આમપણ લોકો ખેતીથી ભાગી રહ્યા છે.કેમ કે, ઉપજ અને મહેનત સામે વળતર સાવ મામૂલી છે.તો બીજી તરફ ખેતીની જમીનો બેફામપણે એનએ થઇ વેચાઈ રહી છે.ગુજરાતમાં પણ ખેતીલાયક જમીનો ઘટી રહી છે.

- Advertisement -

આ એક ખુબ જ મોટી ચિંતાની બાબત છે.કેમ કે, અગર જમીન જ સાવ ઘટી જશે તો ખેતી ક્યાંથી થશે ? ક્યાંથી અનાજ ઉત્પાદન થશે ? આપણે સૌ શું ખાઈશું ? જે સૌથી મોટો પડકાર છે.લોકોએ આ સમજવું જ પડશે.મોંઘવારી તો ટોચે પહોંચશે જ પણ અવેલીબીલીટી પણ ઘટશે.લાલ બહાદુર શાસ્ત્રીજીના સમયમાં અનાજ મામલે ભારતની જે હાલત હતી તે આઝાદી બાદ ફરી આવશે જેમાં બેમત નથી.

વેલ, દેશમાં ખેતીલાયક જમીન સતત ઘટી રહી છે ઉદ્યોગો અને શહેરી વિકાસ માટે ખેતીલાયક જમીનનું સંપાદન સતત ચાલુ છે. આ ચોંકાવનારા તથ્યો લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. ૨૦૧૩-૧૪માં ખેતીલાયક જમીન ૧૮૧.૮૪૯ મિલિયન હેક્ટર હતી, જે ૨૦૧૮-૧૯માં ઘટીને ૧૮૮.૮૮ મિલિયન હેક્ટર થઈ ગઈ. આમ, ૯૬૧,૦૦૦ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી ગઈ છે.

- Advertisement -

ભારતના બંધારણની સાતમી અનુસૂચિ મુજબ, જમીન રાજ્ય સરકારોના અધિકારક્ષેત્રમાં આવે છે. તેથી, રાજ્ય સરકારોએ ખેતીલાયક જમીનનો વાણિજ્યિક, વાણિજ્યિક અને બિન-કૃષિ હેતુઓ માટે ઉપયોગ અટકાવવા પગલાં લેવા જોઈએ. બિન-કૃષિ ઉપયોગ માટે સિંચાઈવાળી, બહુ-પાકવાળી ખેતીલાયક જમીનનું સંપાદન ટાળવું જોઈએ.

ભારતમાં કુલ ખેતીલાયક જમીન
વર્ષ – ખેતીલાયક જમીન
૨૦૦૯-૧૦ ૧૮૨,૧૭૯
૨૦૧૦-૧૧ ૧૮૨,૦૧૦
૨૦૧૧-૧૨ ૧૮૧,૯૫૫
૨૦૧૨-૧૩ ૧૮૨,૦૮૬
૨૦૧૩-૧૪ ૧૮૧,૮૪૯
૨૦૧૪-૧૫ ૧૮૧,૮૨૯
૨૦૧૫-૧૬ ૧૮૧,૬૦૩
૨૦૧૬-૧૭ ૧૮૧,૧૩૩
૨૦૧૭-૧૮ ૧૮૧,૦૬૪
૨૦૧૮-૧૯ ૧૮૦,૮૮૮

વેલ આ આંકડા થોડા વર્ષો પહેલાના છે પરંતુ હાલ તો હાલત તેનાથી પણ વધુ બદતર થતી જાય છે.શહેરી અને અદ્યોગિકરણ પાછળની આપણી આંધળી દોટે હાલ પ્રાપ્ત વિગત મુજબ,13127 જેટલા અધધ ખેતરોમાં ખેતપેદાશોને બદલે અહીં મોટી ઇમારતો બનશે.જી, હા આ સત્ય હકીકત છે.આપણે અહીં ખાસ તો ગુજરાતની જ વાત કરીયે તો, ગુજરાતના પાટનગર અને આર્થિક રાજધાની સમા અમદાવાદમાં જ પાછલા બે વર્ષમાં ખેતીની જમીન બિન ખેતી (NA) કરવા માટે 17341 જેટલી અરજીઓ થઇ હતી જેમાંથી ફક્ત અમદાવાદની જ વાત કરો તો, 9030 જયારે ગાંધીનગરમાં 4097 જેટલી જમીનો ને બિનખેતી મંજુર કરી દેવામાં આવી હતી. મીન્સ કે, ટોટલ 13127 જેટલી જમીનોને બિનખેતી કરી દેવામાં આવી.

વિશેષમાં આ જમીન જયારે ઉધોગોના અપાય છે ત્યારે અપ્રોક્સીમેટલી ત્યાંના સ્થાનિક લોકોને 70 થી 80 % જેટલી રોજગારી આપવાની હોય છે.પરંતુ હકીકતમાં તેવું થતું નથી.એક ઉદાહરણ ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ૧૮૬ હેક્ટર (૪૬૦ એકર) જમીન છે, જે અમેરિકન ફોર્ડ મોટર કંપની દ્વારા અજ્ઞાત કિંમતે ખરીદી અથવા ભાડે આપવામાં આવી હતી. પરંતુ અત્યારે તે નિરાશાજનક છે કે ખેડૂતોએ તેમની આજીવિકા ગુમાવી દીધી છે અને ખેતીલાયક જમીન સાવ ઘટી ગઈ છે.

પહેલી નજરે આ સામાન્ય લાગે પરંતુ આ NA થયેલ જમીનમાં હવે કદી ખેતી નહીં થાય.પાક નહીં લહેરાય.હવે અહીં કોઈપણ રૂપે આખરે બનશે તો સિમેન્ટ અને કોંક્રિટના તેવા જંગલો કે જે, ન કેવળ હરિયાળી છીનવે છે બલ્કે તે ઓક્સિજનમાં પણ ઘટાડો કરી પ્રદૂષણ ફેલાવે છે.

ત્યારે ઉપરોક્ત ચર્ચાથી એવું અનુમાન લગાવી શકાય છે કે ઘટતી કૃષિ જમીનના ભંડારને કારણે અનાજની દૈનિક ઉપલબ્ધતા એક કારણ હોઈ શકે છે કે આપણી પાસે પૂરતો ખોરાક નથી, અને લાખો ભારતીયો ભૂખ્યા અથવા કુપોષિત છે. આ વર્ષોથી વધતા ખાદ્ય ભાવોનું કારણ પણ હોઈ શકે છે.

જે ભગવાને આપણને જીવન આપ્યું છે તેમણે આપણને જમીન, પાણી અને હવા પણ આપી છે; છતાં કેટલાક લોકો કે જેમના હાથમાં સત્તાની ડોર છે તેઓ પોતાની લાલસાઓ સંતોષવા આજે પ્રકૃતિની બેફામ દોહન કરાવી રહ્યા છે.શું ભારતમાં દરેક જગ્યાએ જોવા મળતા ભૂખ્યા લોકોને ખવડાવવા માટે અનાજ ઉગાડવું એ વધુ સમજદાર નીતિ નથી ? કે તેના કરતાં કે તે જમીનનો ઉપયોગ વાહનો બનાવવા માટે કરવો? તે વધુ જરૂરી બાબત છે. હાલમાં, ભારતમાં ઓછામાં ઓછા 18 કાર ઉત્પાદકો અને એસેમ્બલર્સ છે.તેમછતાં ખેતીની જ જમીનનો કેમ ભોગ ? ત્યારે અહીં કેટલાક સવાલો ઉઠે છે,

શું સ્વચ્છ પાણી પૂરું પાડવું, જે ખોરાક ઉગાડી શકે છે અને તરસ છીપાવી શકે છે, તે ઉદ્યોગોને આપી અહીં પણ બરબાદી નોતરવી કે લોકોને તરસ્યા રાખવા કે કેટલું તર્કસંગત ?

શું હવા-પ્રદૂષિત પ્રક્રિયાઓનો ઉપયોગ ઘટાડવો એ પ્રદૂષક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા કરતાં વધુ યોગ્ય નીતિ નથી?

શું વિશાળ ખેતરોને વિશાળ કોલેજ કેમ્પસમાં રૂપાંતરિત કરવાને બદલે નાના કેમ્પસ બનાવવા એ વધુ તર્કસંગત નીતિ નથી? જ્યારે હાર્વર્ડ, પ્રિન્સટન અને સ્ટેનફોર્ડ જેવા અમેરિકન કેમ્પસમાં ઓલરેડી આમ કરવામાં આવ્યું છે. પરંતુ અહીં અમેરિકાની કોઈ કમ્પૅરિઝન ન થાય કેમ કે,અમેરિકા વિશાળ માળખાં બનાવવા સક્ષમ છે કારણ કે તેનો જમીન વિસ્તાર ભારત કરતા લગભગ ત્રણ ગણો છે અને તેની વસ્તી ભારતના એક ચતુર્થાંશ કરતા પણ ઓછી છે.

ત્યારે જો તંત્ર અને પ્રજા પોતે આ બાબત સારી પેઠે સમજશે નહીં તો,ભારત એક ઔદ્યોગિક મહાસત્તા બની શકે છે પરંતુ ભૂખ્યા લોકો માટે અનાજ નહીં ઉગાડી શકે. તેમજ એક અબજથી વધુ લોકોને ટકાવી રાખવા માટે પૂરતો ખોરાક, પાણી અને સ્વચ્છ હવા પૂરી પાડી શકશે નહીં.

Share This Article