Indian LPG Tanker Strait of Hormuz: ભારત માટે ખુશખબર, વધુ 2 LPG ટેન્કર સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થવા તૈયાર, ઇન્ડિયન નેવી તૈનાત

Arati Parmar
2 Min Read

Indian LPG Tanker Strait of Hormuz: દેશમાં LPG સંકટ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. શિપિંગ સ્ત્રોતોના જણાવ્યા અનુસાર, ભારતીય ધ્વજ ધરાવતા બે LPG ગેસ ટેન્કર આગામી દિવસોમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની) માંથી પસાર થવાની તૈયારી કરી રહ્યા છે. અલજઝીરાના અહેવાલ મુજબ, આ બે ટેન્કર હાલમાં ગલ્ફની ખાડીમાં ફસાયેલા છે અને ટૂંક સમયમાં રસ્તો ક્લિયર થવાની આશા છે. માર્કેટ સોર્સિસ મુજબ, છેલ્લા 24 કલાકમાં કોઈ ક્રૂડ ઓઈલ ટેન્કરે મુસાફરી કરી નથી. અમેરિકન પ્રતિબંધો હેઠળનું એક ખાલી ક્રૂડ ટેન્કર 18 માર્ચે હોર્મુઝની ખાડીમાંથી પરત ઈરાની જળસીમામાં ફરી ગયું હતું.

ઇન્ડિયન નેવી સુરક્ષિત માર્ગ પૂરો પાડી રહી છે

જાણકારી માટે જણાવી દઈએ કે ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ વધી ગયો છે.

- Advertisement -
  • ઈરાને હવે સ્પષ્ટપણે કહ્યું છે કે તે પોતાના દુશ્મન દેશોને કોઈપણ સંજોગોમાં આ વિસ્તારમાંથી પસાર થવા દેશે નહીં.

  • આવી સ્થિતિમાં ભારતે પોતાના ઉર્જા હિતોની સુરક્ષા માટે મોટું પગલું ભરતા ઈરાન સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો છે.

  • ભારે જહેમત બાદ ભારતીય નૌસેના ભારતીય ધ્વજ ધરાવતા જહાજોને સુરક્ષિત માર્ગ પૂરો પાડી રહી છે.

  • LPG અને કાચા તેલ (ક્રૂડ ઓઈલ) થી લદાયેલા ભારતીય જહાજોની સુરક્ષા માટે ઇન્ડિયન નેવીએ હવે વધારાનું વોરશિપ (યુદ્ધ જહાજ) તૈનાત કર્યું છે.

ભારતના 22 જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયા

મળતી માહિતી મુજબ, ભારતીય ધ્વજ ધરાવતા 22 જળચર જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝના પશ્ચિમ ભાગમાં ફસાયેલા છે. તેમને બહાર કાઢવા માટે ભારત સરકારની સાથે ઇન્ડિયન નેવી પણ ઈરાની સરકારના સંપર્કમાં છે. એવી આશા છે કે ટૂંક સમયમાં બાકીના ફસાયેલા જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી બહાર કાઢવામાં આવશે. આ અગાઉ, એક ભારતીય યુદ્ધ જહાજે UAE ના ફુજૈરાહ પોર્ટથી રવાના થયેલા કાચા તેલના ટેન્કરને ભારતના પશ્ચિમ કિનારા સુધી સુરક્ષિત રીતે સુરક્ષા પૂરી પાડી હતી.

તાજેતરમાં ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ LPG ટેન્કર લઈને ભારત પહોંચ્યા હતા

થોડા દિવસો પહેલા જ ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ નામના બે LPG કેરિયર અંદાજે 92,712 મેટ્રિક ટન ગેસ લઈને ભારત પહોંચ્યા હતા. આ જહાજોએ ગયા અઠવાડિયે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કર્યું હતું, જેનાથી ભારતના લોકોને મોટી રાહત મળી હતી.

- Advertisement -
Share This Article