ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાનને જણાવ્યું કે, `આતંકવાદ ખતમ કરો, તો જ વેપાર’

Reena Brahmbhatt
1 Min Read

ઈસ્લામાબાદ, તા.16 : પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાયેલા શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલનના બીજા દિવસે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે નામ લીધા વિના ચીન અને પાકિસ્તાનને આડે હાથ લીધા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે આતંકવાદને ખતમ કર્યા વિના વેપાર થઈ શકે નહીં. આતંકવાદ અને વેપાર સાથે સાથે ન હોઈ શકે. તેમણે ચીન અને પાકિસ્તાનના પીઓકેને આવરી લેતા સીપીઈસી પ્રોજેક્ટને ભારતીય સંપ્રભુતાનો ભંગ ગણાવ્યો હતો. ચીનને ટાંકી કહ્યું કે એસસીઓના સભ્ય દેશો દ્વારા સરહદનું સમ્માન કરવામાં આવે તે જરૂરી છે. જયશંકરે આકરા તેવર બતાવતાં કહયું કે ભારત કોઈ પણ પ્રકારના એકતરફી એજન્ડાને ક્યારેય માન્યતા નહીં આપે.

કોરોના મહામારી તેમજ ઈઝરાયલ-હમાસ-હિઝબુલ્લાહ અને રશિયા-યુક્રેન લડાઈનો ઉલ્લેખ કરતાં કહ્યંy કે આ બેઠક ખુબ જ મુશ્કેલ સમયમાં થઈ રહી છે. કલાઈમેટ ચેન્જથી માંડી સપ્લાય ચેઈન સુધીની ઘણી સમસ્યાઓ છે જેને કારણે વિકાસને અસર થઈ રહી છે. તેમણે વધુમાં કહ્યંy કે એસસીઓ સામે ત્રણ પડકારો આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદ છે. જેને દૂર કર્યા વિના સંગઠન તેના ઉદેશો સિદ્ધ કરી શકશે નહીં. વિકાસ માટે સદસ્ય દેશોએ એકબીજા પર વિશ્વાસ રાખી પ્રમાણિક બનવું પડશે. એસસીઓની બેઠક બુધવારે સવારે 11 વાગ્યે શરુ થઈ હતી જેમાં વેપાર અને આર્થિક એજન્ડા પર મુખ્ય ચર્ચા કરવામાં આવી હતી. બેઠકની પૂર્ણાહુતિ સાથે જ જયશંકર ભારત પરત આવવા રવાના થયા હતા.

- Advertisement -
Share This Article