Israel-Iran Conflict Advisory: ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ભીષણ જંગ શરૂ થતા વિદેશ મંત્રાલયે ભારતીયો માટે જારી કરી કડક એડવાઈઝરી

Arati Parmar
2 Min Read

Israel-Iran Conflict Advisory: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જંગ શરૂ થઈ ગઈ છે. થોડી વાર પહેલા ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન પર ભીષણ બોમ્બમારો કર્યો છે. તેહરાનમાં આ સમયે તબાહીનો મંજર નજરે પડી રહ્યો છે. અમેરિકા સાથે મળીને યહૂદી દેશે ઈરાનના રાષ્ટ્રપતિ ભવન, ગુપ્તચર એજન્સી અને એરપોર્ટ સહિત ૩૦ ઠેકાણાઓ પર તાબડતોડ હુમલો કર્યો છે. ઈરાની રાષ્ટ્રપતિ અયાતુલ્લા અલી ખામેનેઈને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. એવામાં ભારતીય દૂતાવાસે બંને દેશોમાં પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે.

ભારતીય દૂતાવાસે એડવાઈઝરીમાં શું કહ્યું?

  • ઈઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ખૂબ જ સાવધાની રાખે અને દરેક સમયે સતર્ક રહે.

  • ઈઝરાયેલી સત્તાવાળાઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડની સુરક્ષા ગાઈડલાઈન અને નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરે.

  • તમામ ભારતીય નાગરિકોએ નક્કી કરેલા શેલ્ટર પાસે રહેવું જોઈએ અને પોતાના રહેવા કે કામ કરવાના વિસ્તારમાં સૌથી નજીકની સુરક્ષિત જગ્યાઓ વિશે ખબર હોવી જોઈએ.

  • ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી સૂચના સુધી ઈઝરાયેલની અંદર તમામ બિન-જરૂરી યાત્રાઓથી બચે.

  • લોકલ ન્યૂઝ, ઓફિશિયલ એનાઉન્સમેન્ટ અને ઇમરજન્સી એલર્ટ પર નિયમિત નજર રાખે.

  • કોઈપણ ઇમરજન્સીમાં, ભારતીય નાગરિકો 24×7 હેલ્પલાઇન દ્વારા તેલ અવીવમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે:

ટેલિફોન: +972-54-7520711; ઈ-મેલ: [email protected]

- Advertisement -

એમ્બેસી સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને જરૂરિયાત મુજબ અપડેટ જાહેર કરતી રહેશે.

જોર્ડનમાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી

ઈરાન અને ઈઝરાયેલની સ્થિતિને જોતા જોર્ડનમાં સ્થિત ભારતીય એમ્બેસીએ પણ એડવાઈઝરી જાહેર કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે તમામ ભારતીય નાગરિકો અને પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ખૂબ જ સાવધાની રાખે, સુરક્ષિત રહે અને સ્થાનિક અધિકારીઓની સલાહનું ધ્યાનથી પાલન કરે. જોર્ડનમાં તમામ ભારતીય પ્રવાસીઓને એ પણ સલાહ આપવામાં આવે છે કે કોમર્શિયલ ફ્લાઈટ્સનું ઓપરેશન અટકી જાય, તે પહેલાં તેઓ તરત જ દેશ છોડી દે. કોઈપણ ઇમરજન્સીમાં, કોઈ પણ એમ્બેસીનો 00962-770 422 276 પર સંપર્ક કરી શકે છે.

- Advertisement -
Share This Article