Jaipur Dumper Accident: જયપુરમાં ભીષણ અકસ્માત, ડમ્પરે 40 ગાડીઓને ટક્કર મારી 10ના મોત અને 40થી વધુ ઈજાગ્રસ્ત

Arati Parmar
2 Min Read

Jaipur Dumper Accident: રાજસ્થાનના જયપુરમાં ડમ્પરે અનેક ગાડીઓને ટક્કર મારતા 10 લોકોના મોત થયા છે જ્યારે 40 ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર ઈજાના કારણે મોતનો આંકડો હજુ પણ વધે તેવી આશંકા છે. સ્થાનિકોનો દાવો છે કે બેફામ ડમ્પર ચાલકે સૌથી પહેલા એક કારને ટક્કર મારી અને પછી અન્ય ગાડીઓને કચડતો ગયો. અકસ્માત એટલો ભીષણ હતો કે ડમ્પરના 30થી 40 ગાડીઓની એક બીજામાં ટક્કર થઈ. ડમ્પરની સામે જે આવ્યું તેને ટક્કર મારી અને આશરે 50 લોકોને કચડી નાંખ્યા. ડ્રાઈવરે ચિક્કાર દારૂ પીધો હોવાનો પણ દાવો છે. અકસ્માત બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક ધોરણે પોલીસે કહ્યું છે કે ડમ્પર ચાલકે 5થી વધુ ગાડીઓને ટક્કર મારી 50 લોકોને કચડ્યાં છે, જેના કારણે 10થી વધુ લોકોના મોત થયા છે. કેટલાક લોકો ગાડીઓની નીચે દબાઈ ગયા હતા.

આજે સવારે જ તેલંગાણામાં અકસ્માતમાં 20ના મોત 

તેલંગાણાના રંગારેડ્ડીમાં નેશનલ હાઈવે પર સોમવારે સવારે ડમ્પર અને બસ વચ્ચે ટક્કરમાં 20 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. બસ તંદૂરથી હૈદરાબાદ જઈ રહી છે જેમાં 70થી વધુ મુસાફરો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર ડમ્પર ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં બસ સાથે ટક્કર થઈ હતી. ટક્કર બાદ બસના ફૂરચાં ઊડી ગયા હતા અને ડમ્પરમાં ભરવામાં આવેલી નીચે પડતાં કેટલાક લોકો તેમાં દટાઈ પણ ગયા હતા.

ગઇકાલે રાજસ્થાનમાં અકસ્માતમાં 15ના મોત 

બીજી તરફ રાજસ્થાનના ફલોદી જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ પર રવિવારે રાત્રે ભીષણ અકસ્માતમાં 15 લોકોએ જીવ ગુમાવ્યો. જોધપુરના 18 શ્રદ્ધાળુ બિકાનેરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ટેમ્પો ટ્રાવેલર રસ્તા પર ઊભેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી.

Share This Article