Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સૈન્યનું વાહન ખીણમાં ખાબક્યું, 2 જવાનો શહીદ

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Jammu and Kashmir: જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ભારતીય સેનાનું એક વાહન મોટી ખીણમાં ખાબક્યું હતું. જેમાં બે જવાનો શહીદ થયા હતા. આ ઘટના જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH44) પર બેટરી છસ્મા નજીક બની હતી. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ, SDRF, સ્થાનિક લોકો અને સેનાની ટીમોએ તાત્કાલિક કામગીરી સંભાળી લીધી હતી.

અકસ્માત સવારે 11.30 વાગ્યે નેશનલ હાઇવે પર બન્યો 

- Advertisement -

તસવીરમાં 700 ફૂટ ઊંડી ખીણમાં ખાબકેલું સેનાનું વાહન જોઈ શકાય છે. ઘટના સ્થળે સૈનિકોના મૃતદેહ, તેમનો સામાન અને કેટલાક કાગળો વેરવિખેર પડ્યા હતા. સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે આ વાહન જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કાફલાનો ભાગ હતો. આ અકસ્માત સવારે 11.30 વાગ્યે નેશનલ હાઇવે 44 પર બેટરી ચશ્મા નજીક આ દુર્ઘટના બની હતી.

કાફલાના આ વાહનમાં બે જવાનો સફર કરી રહ્યા હતા 

ઉલ્લેખનીય છે કે, સેનાનો કાફલો ઉધમપુરથી શ્રીનગર જઈ રહ્યો હતો. કાફલાના આ વાહનમાં બે જવાનો સવારી કરી રહ્યા હતા જે રામબન નજીક ખાડામાં ખાબક્યું હતું. વાહનમાં એક ડ્રાઇવર અને એક જવાન હતો. એક મૃતદેહ મળી આવ્યો છે જેમની  ઓળખ સુરજીત કુમાર તરીકે થઈ છે. હાલમાં બીજા જવાનની શોધખોળ ચાલી રહી છે.

Share This Article