Kulgam Encounter: જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુદ્દર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબ આપ્યો. એક આતંકવાદી માર્યો ગયો છે. ગોળીબારમાં એક અધિકારી ઘાયલ થયાના અહેવાલ છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, ગુપ્ત માહિતીના આધારે કુલગામના ગુદ્દર જંગલમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જમ્મુ કાશ્મીર પોલીસ, સેના અને CRPFના SOG કામ પર છે.
સર્ચ ઓપરેશન દરમિયાન, જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો છે, સુરક્ષા દળોએ પણ યોગ્ય જવાબ આપ્યો છે. બંને બાજુથી ભારે ગોળીબાર થયો હતો. એક અધિકારી ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, ઓપરેશન દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો છે. એક જુનિયર કમિશન્ડ ઓફિસર ઘાયલ થયો છે. ઓપરેશન ચાલુ છે. હાલમાં સુરક્ષા દળોએ જંગલને ઘેરી લીધું છે.