Lalu Yadav Family Controversy: લાલુ પરિવારમાં ભૂકંપ: ‘મને ગંદી કિડનીવાળી કહી, મારવા ચંપલ ઉઠાવી’ પુત્રી રોહિણીના આક્ષેપો બાદ ૩ અન્ય દીકરીઓએ પણ ઘર છોડ્યું!

Arati Parmar
5 Min Read

Lalu Yadav Family Controversy: બિહારની રાજનીતિનો સૌથી મજબૂત સ્તંભ ગણાતો લાલુ યાદવનો પરિવાર અત્યારે ગંભીર વિખવાદનો સામનો કરી રહ્યો છે. આ પારિવારિક તિરાડની શરુઆત રાબડી દેવીના ભાઈઓ સાથેના મતભેદોથી થઈ હતી. ત્યારબાદ પુત્ર તેજ પ્રતાપની બળવાખોરી અને વેવાઈ ચંદ્રિકા રાય સાથેના સંબંધોમાં ખટાશ પણ ઉમેરાઈ. હવે, આ વિખવાદ પુત્રી રોહિણી આચાર્યના પરિવારે સંબંધ તોડવા સુધી પહોંચી ગયો છે.

તેજ પ્રતાપને પાર્ટીમાંથી હાંકી કાઢવા અને તેમના દ્વારા નવી પાર્ટીની રચના કરવાથી વિવાદ વધુ ગંભીર બન્યો છે. બીજી તરફ, રોહિણીની ભાવુક પોસ્ટથી પરિવારની કડવાશ જાહેરમાં આવી ગઈ. તાજેતરમાં, અન્ય ત્રણ પુત્રીઓએ પણ પટણાનું નિવાસસ્થાન છોડ્યું છે, જેના કારણે લાલુ પરિવાર લગભગ વહેંચાઈ ગયો છે. પરિવારમાં આવેલો આ વિચ્છેદ લાલુની રાજકીય વિરાસત માટે એક મોટો આંચકો છે.

- Advertisement -
Share This Article