MGNREGA Scheme Controversy: રાહુલ-ખરગે બન્યા મજૂર! હાથમાં પાવડો લઈ કેન્દ્ર પર સાધ્યું નિશાન: મનરેગાનું નામ બદલવા સામે કોંગ્રેસના આરપારના જંગના એંધાણ, ૨૮ જાન્યુઆરીથી સંસદમાં થશે હોબાળો

Arati Parmar
2 Min Read

MGNREGA Scheme Controversy: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ‘વિકસિત ભારત-જી રામ જી અધિનિયમ’ ને લઈને ગુરુવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસે કહ્યું કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (મનરેગા) ને ખતમ કરવો એ ગરીબોને ‘બંધુઆ મજૂર’ (વેઠિયા મજૂર) બનાવવાનું ષડયંત્ર છે. કોંગ્રેસી નેતાઓએ કહ્યું કે ૨૮ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્ર દરમિયાન તેમનો પક્ષ આ મુદ્દો ઉઠાવશે. આ દરમિયાન મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધી માથા પર ગમછો બાંધેલો અને હાથમાં પાવડો લઈને મજૂરના વેશમાં જોવા મળ્યા હતા.

મનરેગાને મિટાવવી એ મહાત્મા ગાંધીનું અપમાન

રાહુલ ગાંધીએ કહ્યું કે મનરેગા ગ્રામીણ ભારતની જીવાદોરી છે, જેને બચાવવી એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. આ ગામડામાં વસતા ભારતનો આત્મા છે, જેને સાચવવો જ પડશે. તેમણે કહ્યું કે કોંગ્રેસનો એક-એક કાર્યકર્તા મનરેગાના રક્ષણ માટે લડવા તૈયાર છે. બીજી તરફ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખરગેએ કહ્યું કે મનરેગા પર BJP નો હુમલો ગ્રામ સ્વરાજ મિટાવવાનું ષડયંત્ર છે. તેમણે કહ્યું કે મનરેગાને મિટાવવી એ મહાત્મા ગાંધીનું અપમાન છે. આ દેશ આ હિંમતને સહન નહીં કરે.

- Advertisement -

આ પહેલીવાર છે જ્યારે કોઈ પક્ષ મહાત્મા ગાંધીના નામે રાખવામાં આવેલી યોજનામાંથી તેમનું નામ હટાવવાની હિંમત કરી રહ્યો છે. આ દેશ તેને સહન નહીં કરે. દેશના તમામ ભાગોમાં કોંગ્રેસ પક્ષ મનરેગાને બચાવવા માટે આંદોલન કરવા જઈ રહ્યો છે. મનરેગાને ખતમ કરવી એ માત્ર નબળા વર્ગો પર પ્રહાર નથી. આ મહાત્મા ગાંધીજીને જન સ્મૃતિમાંથી હટાવીને, ગ્રામ સ્વરાજના વિચાર પર હુમલો કરવાનું ષડયંત્ર છે. – મલ્લિકાર્જુન ખરગે, રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસ

મનરેગાને બચાવવાની લડાઈ

ખરગેએ કહ્યું કે મોદી સરકાર મનરેગાને ખતમ કરવાનું કામ એટલા માટે કરી રહી છે જેથી દેશના દબાયેલા-કચડાયેલા લોકોને ‘બંધુઆ મજૂર’ બનાવી શકાય. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી લોકોને વેઠિયા મજૂર બનાવીને અમીરોના હાથમાં સોંપવા જઈ રહ્યા છે. જેથી લોકો અમીરોના ઈશારે, તેમની મરજીના પૈસા પર કામ કરે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે મનરેગાથી લોકોને ૧૦૦ દિવસના કામની કાનૂની ગેરંટી મળતી હતી, જેને તબાહ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આપણે મનરેગા અને કામના અધિકારને બચાવવાની લડાઈ લડવાની છે.

Share This Article