ઈસ્લામાબાદ, તા. 25 : પાકિસ્તાની મીડિયાએ નાગરિક ઉડ્ડયન ઓથોરિટીના સૂત્રોને ટાંકી દાવો કર્યો છે કે ભારતના વડાપ્રધાન મોદી તાજેતરમાં પોલેન્ડ-યુક્રેનની મુલાકાતે ગયા હતા, ત્યારે પરત આવતી વખતે 46 મિનિટ સુધી પાકિસ્તાનની હવાઈ સીમામાં તેમનું વિમાન રહ્યું હતું.

ભારતનું વિમાન લાહોર અને ઈસ્લામાબાદ થઈને અમૃતસર પહોંચ્યું હતું. જિયો ન્યૂઝ અનુસાર ભારતના વડાપ્રધાનના વિમાને 10:1પ મિનિટે પાક. હવાઈ સીમમાં પ્રવેશ કર્યો હતો અને 11:01 મિનિટ સુધી પાકિસ્તાન ઉપર રહ્યું હતું. વિમાને ચિત્રાલના માર્ગે પાકની હવાઈ સીમમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ અમેરિકાની યાત્રા વખતે પણ મોદીએ પાક.એરસ્પેસનો ઉપયોગ કર્યાનો પાક. મીડિયાએ દાવો કર્યો હતો.

