20 સપ્ટેમ્બર 1857, જ્યારે છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરે બ્રિટિશ સરકારને આત્મસમર્પણ કર્યું.
નવી દિલ્હી: 20 સપ્ટેમ્બર 1857, જ્યારે અંતિમ મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરે બ્રિટિશ શાસન સમક્ષ આત્મસમર્પણ કર્યું. બહાદુર શાહ ઝફરને બ્રિટિશ મેજર હોસન દ્વારા પકડવામાં આવ્યો હતો.

વાસ્તવમાં, આઝાદીનું પહેલું યુદ્ધ મે 1857માં શરૂ થયું હતું, ત્યારબાદ અંગ્રેજોએ હાલની જૂની દિલ્હીને ત્રણ મહિના સુધી ઘેરો ઘાલ્યો હતો. 14 સપ્ટેમ્બરે બ્રિટિશ દળો જીતી ગયા. 17 સપ્ટેમ્બરે બહાદુરશાહ ઝફરે લાલ કિલ્લો છોડવો પડ્યો.
બહાદુરશાહ ઝફરે 20 સપ્ટેમ્બરે આત્મસમર્પણ કર્યું, ત્યારબાદ તેને કેદી બનાવીને લાલ કિલ્લા પર લાવવામાં આવ્યો. આ સાથે અંગ્રેજોએ દિલ્હી પર ફરીથી નિયંત્રણ સ્થાપિત કર્યું. અંગ્રેજોએ આ જ દિવસે બહાદુર શાહ ઝફરના ત્રણ પુત્રોને તેમની નજર સામે ગોળી મારી દીધી હતી. 21 સપ્ટેમ્બરના રોજ, અંગ્રેજોએ બહાદુર શાહ ઝફર પર કેસ ચલાવ્યો અને તેને રંગૂનમાં દેશનિકાલ કરવામાં આવ્યો, જ્યાં બહાદુર શાહ ઝફરે અંતિમ શ્વાસ લીધા.

