અહીં 14 જાન્યુઆરીના દિવસે દિવસે એક પણ પતંગ ચગતો નથી,

Reena Brahmbhatt
2 Min Read

14 જાન્યુઆરીના દિવસે ગુજરાતમાં અહીં રખાય છે શોક,

અહીં 14 જાન્યુઆરીના દિવસે દિવસે એક પણ પતંગ ચગતો નથી,

- Advertisement -

પાટણની લોક વાયકા પ્રમાણે પાટણ પંથકના રાજા સિધ્ધરાજ જયસિંહનું ઉતરાયણના સમયે મૃત્યુ થયું હતું તેના શોક નિમિત્તે પાટણના સિધ્ધપુર શહેરમાં મકરસક્રાંતિ એટલે કે ઉતરાયણ ના દિવસે પતંગ ચગાવવામાં આવતા નથી.

સિદ્ધપુરમાં શહેરીજનો દરેક ધાર્મિક પર્વ અને ઉત્સવને આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવતાં હોય છે. સિદ્ધપુરમાં મનાવવામાં આવતા કેટલાક પર્વ અલગ તરી આવે છે. સમગ્ર ગુજરાતમાં પતંગ મહોત્સવ મુખ્યત્વે ઉત્તરાયણના દિવસે જોવા મળે છે. પરંતુ સિદ્ધપુરવાસીઓ પરંપરા પ્રમાણે ઉતરાયણના બદલે દશેરાએ પતંગ ચગાવી દશેરાના દિવસે ઉતરાયણનો પર્વ ઉજવે છે.

- Advertisement -

પાટણની લોક વાયકા પ્રમાણે પાટણ પંથકના રાજા સિધ્ધરાજ જયસિંહનું ઉતરાયણના સમયે મૃત્યુ થયું હતું તેના શોક નિમિત્તે પાટણના સિધ્ધપુર શહેરમાં મકરસક્રાંતિ એટલે કે ઉતરાયણ ના દિવસે પતંગ ચગાવવામાં આવતા નથી. પરંતુ તેના બદલે સિધ્ધપુરવાસીઓ દશેરાના દિવસે ઉતરાયણનો પર્વ મનાવે છે. આ દિવસે લોકો પોત પોતાના ધાબા અગાસીઓ પર ચઢીને પતંગના પેચ લડાવે છે અને એ કાપ્યો લપેટની બુમો પાડતા નજરે પડે છે.

જોકે નવાઇની વાત તો એ છે કે થોડા વર્ષો પહેલા ઉતરાયણના દિવસે પાટણમાં પણ પતંગ ચકાવવામાં આવતા ન હતા અને આ દિવસે શોક રાખવામાં આવતો હતો. પરંતુ પાટણવાસીઓ આ પરંપરાને ભૂલીને ઉતરાયણના દિવસે પતંગ ચગાવતા થયા છે. જોકે સિધ્ધપુરમાં ઉતરાયણના દિવસે પતંગ ન ચગાવવાની પરંપરા આજે પણ અકબંધ છે. જેના બદલે સિદ્ધપુરવાસીઓ હર્ષોઉલ્લાસ સાથે દશેરાના દિવશે પતંગ ચકાવીને ઉતરાયણની મઝા માણે છે.

- Advertisement -

સિદ્વપુરમાં શહેરીજનો દશેરાએ પતંગ ચગાવે છે. આ દિવસે અહીં પતંગરસિયાઓ પેચ લડાવવા ધાબા ઉપર ચડી જતા હોય છે. સાથે ફાફડા-જલેબીની જયાફત પણ માણે છે. સિદ્ધપુરવાસીઓ દશેરાના દિવસે ઉત્તરાયણ પર્વની ઉજાણી કરે છે અને 14 જાન્યુના રોજ સ્થાનિક લોકો અન્ય શહેરોમાં જઇ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે. આમ વર્ષ માં બે દિવસ લોકો પતંગ ચગાવવાની મજા માણે છે.

Share This Article