Teachers in Unity March: ચૂંટણીલક્ષી કામગીરી સામે શિક્ષકોમાં ભારે રોષ: ‘સર’ના કામ અને ભાજપની યુનિટી માર્ચના ફરજિયાત આદેશથી શિક્ષણ કાર્ય ખોરવાયું!

Arati Parmar
2 Min Read

Teachers in Unity March: શિક્ષકોને સર’ની કામગીરી સોંપાઈ છે જેમાં ધરપકડ વોરંટ જાહેર કરતાં હવે ચૂંટણીલક્ષી કામનો ભરપૂર વિરોધ થઈ રહ્યો છે. ‘સર’ના કામની ઝંઝટ તો પૂરી થઇ નથી ત્યાં શિક્ષકોને ભાજપની યુનિટી માર્ચમાંય જવા સૂચના અપાઇ રહી છે. સાથે સાથે હવે દરેક વિધાનસભા બેઠક પર યોજાનારી યુનિટી રનની જવાબદારી પણ શિક્ષકોના માથે થોપાઈ છે. આ કારણોસર શિક્ષણ કાર્યે સિવાયના કામનો બોજ લાદી દેવાતાં શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવનાર જ નથી.

BLOs તરીકે મહિલા શિક્ષકોની નારાજગી

- Advertisement -

ગુજરાતની સર’ની કામગીરીને લઈને શિક્ષકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. બુથ લેવલ અધિકારી (BLO)તરીકે શિક્ષકોને મતદાર યાદીને લઇને કામકાજ સોંપાયુ છે. આજે અમદાવાદમાં કલેકટર કચેરીએ મહિલા શિક્ષકોએ દેખાવ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવુ હતું કે, મહિલા શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાઈ છે ત્યારે લોકો મોડી રાત્રે ફોન કરે છે અને મતદાર ફોર્મને લઈને વિગતો માંગે છે. આ જોતાં મહિલા શિક્ષકોના ફોન નંબર રદ કરવા જોઈએ.

યુનિટી માર્ચમાં ફરજિયાત શિક્ષકો: શાળાઓમાં શિક્ષણ ઠપ્પ

- Advertisement -

એવી પણ ફરિયાદ ઉઠી છે કે, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીએ આદેશ કરતાં શિક્ષકો ભાજપની યુનિટી માર્ચમાં પણ જોડાયાં હતાં. શિક્ષકોને યુનિટી માર્ચમાં ફરજિયાત લઈ જવાતાં અમદાવાદ શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ ભણતર વગર રહ્યાં હતાં.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સમક્ષ રજૂઆત કરાઈ કે, શિક્ષકોએ તીડ ભગાડ્યાં, ભાજપ માટે ભીડ ભેગી કરી. હવે યુનિટી માર્ચ પણ જવાનું. તો પછી વિદ્યાર્થીઓને ભણાવશે કોણ?

- Advertisement -

આ તરફ, ગુજરાતની પ્રત્યેક વિધાનસભા બેઠક પર તા. 16થી 26 નવેમ્બર સુધી યુનિટી રન પણ યોજાનાર છે, જેમાં શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે.

શિક્ષકોનો મહત્તમ ઉપયોગ કરવાની સરકારી ગણતરી

શિક્ષકોએ યુનિટી રનમાં વિદ્યાર્થીઓ ફરજિયાત હાજર રહે તે માટે તકેદારી રાખવા સૂચના અપાઈ છે. ટૂંકમાં, શિક્ષકોને શિક્ષણ કાર્ય સિવાય અન્ય કામો થોપાઈ રહ્યાં છે જેથી અસંતોષ ભભૂક્યો છે. સરકારને પણ વિદ્યાર્થીઓના ભણતર કરતાં પક્ષ-સરકારની વાહવાહીમાં વધુ રસ છે તેમાંય શિક્ષકોનો કેવી રીતે વધુને વધુ ઉપયોગ કરી શકાય તેવી ગણતરી છે.

Share This Article