તેલ કંપનીઓએ ફરી ફેરવી નાંખ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

Reena Brahmbhatt
3 Min Read

આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો…

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ…ઓઈલ સેક્ટર માટે હાલ મોટા સમાચાર છે. વાહન ચાલકોને પણ આ સમાચારોથી સીધી અસર થતી હોય છે. તેલ કંપનીઓએ 24 સપ્ટેમ્બર 2024 માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે.

- Advertisement -

petrol pump

સામાન્ય લોકો હંમેશા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહતની આશા રાખે છે. 24 સપ્ટેમ્બર 2024 માટે પેટ્રોલ અને ડીઝલની કિંમતો જાહેર કરવામાં આવી છે. 24 સપ્ટેમ્બરે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પરંતુ સ્થાનિક બજારમાં તેની અસર દેખાઈ રહી નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો નથી અને સ્થાનિક બજારમાં પણ કોઈ ફેરફાર થયો નથી.

- Advertisement -

આજે પેટ્રોલ અને ડીઝલના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલની કિંમત માત્ર 87.62 રૂપિયા પ્રતિ લીટર છે. આ સિવાય મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પર નજર કરીએ તો પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 89.97 રૂપિયા પ્રતિ લીટર છે.

જ્યારે કોલકાતામાં પેટ્રોલ 103.94 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90.76 રૂપિયા પ્રતિ લિટરના દરે વેચાઈ રહ્યું છે. છેલ્લે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.85 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.44 રૂપિયા પ્રતિ લિટર છે. આ સિવાય નોઈડામાં પેટ્રોલની કિંમત 94.66 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 87.76 રૂપિયા પ્રતિ લીટર છે.

- Advertisement -

તમારા શહેરમાં નવીનતમ ભાવ:

શહેર પેટ્રોલ ડીઝલ

બેંગલુરુ 102.86 88.94 લખનઉ 94.65 87.76 નોઇડા 94.66 87.76 ગુરુગ્રામ 94.98 87.85 ચંદીગઢ 94.24 82.40 પટના 105.42 92.27

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2-2 રૂપિયાનો ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ કોઈ મોટી રાહત આપવામાં આવી નથી. જો કે, લોકો કેન્દ્રીય તેલ કંપનીઓ પાસેથી રાહતની અપેક્ષા રાખે છે.

પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે. 1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ 2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત 3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ 4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.

Share This Article