વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે એકતા નગરમાં 284 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકામોની લોકાર્પણ, પાયાવિધિ કરી દિવાળીની ભેટ આપી

Reena Brahmbhatt
2 Min Read

modi sardar patelવડોદરા, તા. 30 : બે દિવસમાં જ બીજીવાર ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકાશપર્વની પૂર્વસંધ્યાએ બુધવારે નર્મદા જિલ્લાનાં એકતા નગરમાં 284 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકામોનાં લોકાર્પણ, પાયાવિધિ કરી પોતાનાં રાજ્યને દિવાળીની ભેટ આપી હતી.

આવતીકાલે ગુરુવારે દિવાળીના દિવસે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી `રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે લોખંડી પુરુષને અંજલિ અર્પણ કરવા સાથે એક્તા પરેડમાં સામેલ થશે. આ અવસરે તેમણે નવાં પ્રવાસન અને આકર્ષણ કેન્દ્રોની સાથે-સાથે પ્રવાસન કાર્યના વિકાસને પ્રોત્સાહન આપતાં પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું હતું, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા અપાવશે તેમજ એકતા નગર ખાતે આવતા પ્રવાસીઓને વૈશ્વિક કક્ષાની સવલતો પ્રાપ્ત થશે.

- Advertisement -

આવતીકાલે ગુરુવારે એકતા દિવસ પરેડમાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસ, ચાર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, ગઈઈ અને એક માર્ચિંગ બેન્ડની 16 માર્ચિંગ ટુકડીઓ સામેલ થશે. વિશેષ આકર્ષણોમાં ગજઋની હેલ માર્ચ ટુકડી, ઇજિ અને ઈછઙનાં મહિલા અને પુરુષ બાઇકર દ્વારા સાહસિક પ્રદર્શન, ઇજિ દ્વારા ભારતીય માર્શલ આર્ટનાં સંયોજન પર એર શો, શાળાનાં બાળકો દ્વારા પાઇપ બેન્ડ શો, ભારતીય વાયુસેના દ્વારા સૂર્યકિરણ ફ્લાયપાસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

સવારે 7.15 કલાકે તેઓ પુષ્પાંજલિ અર્પણ કરશે અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપશે. આ પછી તેઓ 7:30 વાગ્યે પરેડ ગ્રાઉન્ડ પર એકતા પરેડમાં સામેલ થશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાન સવારે 10 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજકાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ વૈશ્વિક પ્રવાસન સ્થળની સ્થાપનાને વધુ મજબૂત બનાવવા માટે આજે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું. બોન્સાઇ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર જેવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ અને 50 બેડની ક્ષમતા ધરાવતી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનાં ઉદ્ઘાટન સાથે હવે એકતા નગરમાં આરોગ્ય અને જનસુવિધાઓ બંનેને નવી ઊંચાઈ મળી છે.

- Advertisement -
Share This Article