Rahul Gandhi Columbia University: રાહુલ ગાંધી ભારતની ધરતી પર કે સંસદના ફ્લોર પર વિરોધ કરવાને બદલે વિદેશી ધરતી પર જઈને દેશની સમસ્યાઓની ટીકા કેમ કરે છે?
અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂયોર્કમાં ભાષણ આપતાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારતની આર્થિક સ્થિતિને ‘આર્થિક આપત્તિ’ ગણાવી મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા.
તેમણે દેશમાં વધતી યુવા બેરોજગારી, શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ અને લોકશાહી સંસ્થાઓની સ્થિતિ અંગે સવાલો ઉઠાવ્યા.
રાહુલ ગાંધીએ મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા કાર્યક્રમોની પણ ટીકા કરી હતી. તેમનો આરોપ હતો કે દેશની સંપત્તિ અમુક મોટા ઉદ્યોગસમૂહો સુધી સીમિત થઈ રહી છે, જ્યારે નાના વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
તેમણે મતદાર યાદીમાં અનિયમિતતાના આરોપો પણ દોહરાવ્યા અને ચૂંટણી સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
બીજી તરફ ભાજપે રાહુલ ગાંધીના નિવેદનોની ટીકા કરતાં આરોપ લગાવ્યો કે તેઓ વિદેશી ધરતી પર ભારતની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે.
પરંતુ અહીં કેટલાક સવાલો ઊભા થાય છે…
• જો દેશમાં બેરોજગારી અને શિક્ષણની સમસ્યાઓ છે તો સંસદમાં આ મુદ્દાઓ પર વધુ આક્રમક વિરોધ કેમ નહીં?
• સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવવા માટે ભારતની સંસદ અને દેશની જનતા કરતાં વિદેશી યુનિવર્સિટીઓનું મંચ વધુ યોગ્ય કેમ લાગે છે?
• શું આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની સમસ્યાઓ રજૂ કરવી વિપક્ષની જવાબદારી છે કે દેશની વૈશ્વિક છબીને અસર કરી શકે તેવી રાજકીય રણનીતિ?
વિપક્ષનું કામ સરકારને સવાલ પૂછવાનું જ છે, પરંતુ એ સવાલ ક્યાં અને કેવી રીતે ઉઠાવવામાં આવે છે તે પણ ચર્ચાનો વિષય છે.
તમારા મતે રાહુલ ગાંધીની આ રીત યોગ્ય છે કે તેમણે દેશની સમસ્યાઓ માટે ભારતની ધરતી પર જ વધુ મજબૂત લડત આપવી જોઈએ?

