RBI Repo Rate Cut: EMI થશે સસ્તી: RBI એ રેપો રેટમાં ૦.૨૫% નો ઘટાડો કર્યો, નવો દર ૫.૨૫% થયો; સામાન્ય માણસને મળશે મોટી રાહત

Arati Parmar
2 Min Read

RBI Repo Rate Cut: ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ આજે, ૫ ડિસેમ્બરના રોજ મૌદ્રિક નીતિ (Monetary Policy) નો મોટો નિર્ણય સંભળાવતા રેપો રેટ (Repo Rate)માં ૦.૨૫ ટકાનો ઘટાડો કરી દીધો છે. નવો રેપો દર હવે ૫.૨૫ ટકા થઈ ગયો છે. આ નિર્ણયનો સૌથી મોટો સીધો ફાયદો સામાન્ય લોકોને મળવાનો છે, કારણ કે વ્યાજ દર ઓછો થવાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન બધું સસ્તું થઈ જશે.

ઓછા વ્યાજ દરનો મતલબ છે કે EMI પહેલાં કરતાં ઓછી થઈ જશે, જેનાથી ઘર ખરીદવાની પ્લાનિંગ કરી રહેલા લોકોને મોટી રાહત મળશે. રિયલ એસ્ટેટ સેક્ટરને પણ આ પગલાથી નવી તેજી મળવાની આશા છે, કારણ કે સસ્તી EMI થી હાઉસિંગની માંગ વધુ વધી શકે છે.

- Advertisement -

RBI નો આ નિર્ણય સામાન્ય પરિવારોના બજેટમાં આરામ લાવશે અને લોન લેનારાઓના ખિસ્સા પરનો બોજ ઓછો કરશે.

RBI ગવર્નરે FY૨૬ માટે GDP ગ્રોથનો અંદાજ વધારીને ૭.૩% કરી દીધો, જે પહેલા ૬.૮% હતો. આ દર્શાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત વૃદ્ધિ કરી રહી છે.

- Advertisement -

ઉત્પાદન પ્રવૃત્તિઓ (Manufacturing Activities) સતત સુધારા તરફ છે, જ્યારે સેવા ક્ષેત્ર સ્થિર વૃદ્ધિ જાળવી રહ્યું છે. આનાથી આર્થિક ગતિવિધિઓમાં સંતુલન દેખાઈ રહ્યું છે.

RBI એ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (CAD) ‘મૉડેસ્ટ’ એટલે કે નજીવો રહેશે, જેનાથી વિદેશી લેવડદેવડ પર નિયંત્રણ જળવાઈ રહેશે.

- Advertisement -

ભારતના વિદેશી ભંડાર (Forex Reserves) ૬૮૬ અબજ ડૉલર પર પહોંચી ગયા છે, જે લગભગ ૧૧ મહિનાની આયાત (Imports) ને કવર કરવા માટે પર્યાપ્ત છે.

ગવર્નરે મોંઘવારીનો અંદાજ ૨% જણાવ્યું, જે પહેલા ૨.૬% હતો. આ સંકેત છે કે મુદ્રાસ્ફીતિમાં નરમાઈ જળવાઈ રહી છે અને ઉપભોક્તાઓ માટે રાહત મળી શકે છે.

Share This Article