Republic Day Parade Ticket Booking: દેશની આન-બાન અને શાન! ૭૭મા પ્રજાસત્તાક દિવસની પરેડ માટે કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન? જુઓ સંપૂર્ણ ગાઇડ

Arati Parmar
2 Min Read

Republic Day Parade Ticket Booking: દેશ પોતાનો ૭૭મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા માટે જોરશોરથી તૈયારી કરી રહ્યો છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં દર વર્ષની જેમ આ વખતે પણ ૨૬ જાન્યુઆરીએ કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન થશે. આ પરેડ દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને સૈન્ય શક્તિનું પ્રદર્શન કરશે. પ્રજાસત્તાક દિવસ ૨૦૨૬ ની પરેડનું દૂરદર્શનની રાષ્ટ્રીય અને સ્થાનિક ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત, પરેડ જોવા માટે ટિકિટોનું ઓનલાઇન બુકિંગ પણ કરી શકાશે, એટલે કે તમે ટિકિટ ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે ખરીદી શકો છો.

ક્યારથી શરૂ થશે ટિકિટોનું વેચાણ?

  • ટિકિટોનું સત્તાવાર વેચાણ ૫ જાન્યુઆરી, ૨૦૨૬ થી શરૂ થઈ ગયું છે.

  • પરેડ માટે ટિકિટનું વેચાણ ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી અથવા તો દૈનિક ક્વોટા પૂરો ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

  • ઓનલાઇન ટિકિટનું વેચાણ દરરોજ સવારે ૯ વાગ્યે શરૂ થાય છે.

ટિકિટના દર કેટલા છે?

  • પ્રજાસત્તાક દિવસ પરેડ (૨૬ જાન્યુઆરી): ₹૨૦ અને ₹૧૦૦ (બેસવાની જગ્યા મુજબ)

  • ફુલ ડ્રેસ રિહર્સલ (૨૩ જાન્યુઆરી): ₹૨૦

  • બીટિંગ રીટ્રીટ સેરેમની (૨૯ જાન્યુઆરી): ₹૧૦૦ (આ કિંમતો સંરક્ષણ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવી છે.)

ક્યાંથી ખરીદી શકાશે પરેડની ટિકિટ?

ટિકિટ સીધી આમંત્રણ વેબસાઇટ એટલે કે www.aamantran.mod.gov.in પરથી ખરીદી શકાય છે. આ ઉપરાંત નીચેના છ સ્થળોએ આવેલા બૂથ/કાઉન્ટર પરથી પણ ટિકિટ મળી રહેશે:

- Advertisement -
  • સેના ભવન (ગેટ નંબર ૫ પાસે)

  • શાસ્ત્રી ભવન (ગેટ નંબર ૩ પાસે)

  • જંતર મંતર (મુખ્ય ગેટ)

  • સંસદ ભવન રિસેપ્શન કાઉન્ટર

  • રાજીવ ચોક મેટ્રો સ્ટેશન (ડી બ્લોક)

  • કાશ્મીરી ગેટ મેટ્રો સ્ટેશન (કોનકોર્સ લેવલ)

ટિકિટ ખરીદવા માટે જરૂરી દસ્તાવેજો

પરેડની ટિકિટ ખરીદવા માટે અસલ ફોટો આઈડી કાર્ડ જેમ કે આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ અથવા કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ આઈડી કાર્ડ બતાવવું અનિવાર્ય છે. ત્રણેય કાર્યક્રમો – પ્રજાસત્તાક દિવસ, ફૂલ ડ્રેસ રિહર્સલ અને બીટિંગ રીટ્રીટ માટે તમારે એ જ ફોટો આઈડી કાર્ડ સાથે રાખવું પડશે.

Share This Article