RSS Press Conference: ‘બહારથી આવેલાને કે સ્થાનિકને માન આપશો?’ ઔરંગઝેબ વિવાદમાં RSSનું દ્રઢ નિવેદન!

Arati Parmar
3 Min Read

RSS Press Conference: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ વક્ફ સુધારા બિલથી લઈને ઔરંગઝેબ અને સીમાંકન સુધીના મુદ્દાઓ પર નિવેદન આપ્યું હતું. ઔરંગઝેબ વિવાદ પર તેમણે કહ્યું કે, ‘આપણે વિચારવું પડશે કે આપણે બહારથી આવનારાઓને આદર્શ બનાવવા જોઈએ કે સ્થાનિકોને માન આપવું જોઈએ.’ આ ઉપરાંત તેમણે વક્ફ બિલ પર કહ્યું કે, ‘વક્ફનું શું થશે? આપણે જોઈશું કે સરકાર શું કરે છે. સરકાર યોગ્ય દિશામાં કામ કરી રહી છે.’

‘જે લોકો ભારતના વિરોધી રહ્યા છે તેમને આઈકોન ન બનાવી શકાય’

- Advertisement -

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા રવિવારે (23 માર્ચ) બેંગલુરુમાં સંપન્ન થઈ હતી. RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન ઔરંગઝેબ અંગે તેમણે જણાવ્યું હતું કે, જે લોકો ભારતના વિરોધી રહ્યા છે તેમને આઈકોન ન બનાવી શકાય. ગંગા-જમુની સંસ્કૃતિ વિશે વાત કરનારા લોકોને ઔરંગઝેબના ભાઈ દારા શિકોહ કેમ યાદ નથી? જો દિલ્હીમાં ઔરંગઝેબ રોડ બદલીને અબ્દુલ કલામ રોડ કરવામાં આવે, તો તેનો કોઈ અર્થ તો છે ને? તો જે કોઈ આપણી સંસ્કૃતિ વિશે વાત કરશે, આપણે તેનું પાલન કરીશું.’

- Advertisement -
Share This Article