S Jaishankar ASEAN Meeting: મનીલામાં ‘ભારત સાથે આસિયાન પોસ્ટ-મિનિસ્ટીરિયલ કોન્ફરન્સ 2026’ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે અનેક મહત્વપૂર્ણ વાતો કરી. તેમણે કહ્યું કે આજે સવારે મનીલામાં આપ સૌની સાથે જોડાઈને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. ઉષ્માભર્યા સ્વાગત અને આત્થ્ય માટે હું ફિલિપિન્સનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેનાથી પણ વધુ મહત્વની વાત એ છે કે ભારત-આસિયાન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વિકસાવવા અને વધુ મજબૂત બનાવવા માટે દેશ તરીકે કોઓર્ડિનેટર ની ભૂમિકા નિભાવવા બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું.
દુનિયામાં ભારે ઉથલપાથલ, કોઈ પણ દેશ એકલો તેનો સામનો કરી શકતો નથી
આ બેઠક દરમિયાન એસ. જયશંકરે એવું નિવેદન આપ્યું, જેના કારણે અન્ય દેશોની ચિંતા વધી ગઈ છે. તેમણે કહ્યું કે દુનિયામાં ભારે ઉથલપાથલ છે અને હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે કોઈ પણ એક દેશ અથવા ગ્રુપ એકલા હાથે તેનો સામનો કરી શકતું નથી. આપણે સૌએ મળીને કામ કરવું પડશે, ત્યારે જ આ પડકારોનો સામનો કરી શકીશું.
તેમણે વધુમાં કહ્યું, “ચાલો, નજીકના ભવિષ્ય વિશે વિચારીએ અને વિચાર કરીએ કે આપણો સહકાર આપણા હિતોને વધુ સારી રીતે કેવી રીતે પૂર્ણ કરી શકે. અસ્થિરતા અને ઉથલપાથલના આ સમયમાં સપ્લાય ચેન પર સૌથી વધુ દબાણ જોવા મળી રહ્યું છે.”
સમુદ્રી વેપાર પર સૌની નિર્ભરતા, આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન જરૂરી
ભારત અને આસિયાનને કુદરતી ભાગીદાર ગણાવતા તેમણે વેપાર, રોકાણ, ટેક્નોલોજી, ડિજિટલ ક્ષેત્ર (એઆઈ) અને હરિત સ્થિરતા જેવા વ્યાપક એજન્ડા પર આગળ વધવાની વાત કરી. તેમણે જણાવ્યું કે ઊર્જા, ખાદ્ય અને આરોગ્ય સુરક્ષાને હવે હળવાશથી લઈ શકાય તેમ નથી. કારણ કે આપણે સૌ મોટા પ્રમાણમાં સમુદ્રી વેપાર પર નિર્ભર છીએ, તેથી આ પણ ચિંતાનો વિષય બની શકે છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવું અત્યંત આવશ્યક છે.

