બજેટ પહેલાસેન્સેક્સમાં 740 પોઈન્ટનો ઉછાળો; આ શેરમાં આવી જબદસ્ત તેજી

Reena Brahmbhatt
2 Min Read

શુક્રવારે શેરબજારમાં ચોતરફ ખરીદી જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 740.76 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયું હતું.

શનિવારે સામાન્ય બજેટ રજૂ થાય તે પહેલા શુક્રવારે શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું હતું. બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 740.76 પોઈન્ટ અથવા 0.97 ટકાના વધારા સાથે 77,500.57 પર અને નિફ્ટી 258.90 પોઈન્ટ અથવા 1.11 ટકાના વધારા સાથે 23,508.40 પર હતો.

- Advertisement -

લાર્જકેપની સાથે મિડકેપ અને સ્મોલકેપમાં પણ ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 997.95 પોઇન્ટ અથવા 1.89 ટકાની તેજી સાથે 53,172 પર હતો અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 350 પોઇન્ટ અથવા 2.11 ટકાના વધારા સાથે 16,910.50 પર હતો.

સામાન્ય બજેટ 2025-26 નાણામંત્રી નિર્મલા સીતારમણ શનિવારે સવારે 11 વાગ્યે રજૂ કરશે. આજે નાણામંત્રી દ્વારા સંસદમાં આર્થિક સર્વે 2024-25 રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં એવો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતની અર્થવ્યવસ્થા 6.3 થી 6.8 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે.

- Advertisement -

ઓટો, આઈટી, પીએસયુ બેન્ક, ફાઈનાન્સિયલ સર્વિસીસ, ફાર્મા, એફએમસીજી, મેટલ, રિયલ્ટી, મીડિયા અને એનર્જી સહિતના તમામ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે.

આ કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી હતી
સેન્સેક્સ પેકમાં L&T, નેસ્લે ઇન્ડિયા, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાઇટન, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, મારુતિ સુઝુકી, ITC, હિન્દુસ્તાન યુનિલિવર, પાવર ગ્રીડ, એશિયન પેઇન્ટ્સ, અદાણી પોર્ટ્સ, SBI, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા ટોચના ગેનર હતા. સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ અને આઈટીસી હોટેલ્સ ટોપ લોઝર હતા.

- Advertisement -

કેપિટલમાઇન્ડ રિસર્ચના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ ક્રિષ્ના અપ્પલાએ જણાવ્યું હતું કે, “આ ટ્રેડિંગ અઠવાડિયું મિશ્ર પ્રતિસાદ સાથે સમાપ્ત થયું છે. શરૂઆતમાં મંદી અને બાદમાં રિકવરી જોવા મળી હતી. આ દર્શાવે છે કે બજેટ પહેલા રોકાણકારો સાવચેતી રાખી રહ્યા છે.”

બજેટમાં આ સેક્ટર્સ પર રહેશે ફોકસ
બજારના અન્ય નિષ્ણાતોના મતે કેન્દ્રીય બજેટની જાહેરાતોને કારણે બજારમાં ઉતાર-ચઢાવ રહી શકે છે અને આ મુખ્ય સેક્ટર્સ પર ફોક્સ રહેશે. જેમાં રેલવે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાતર, કાપડ અને ઇલેક્ટ્રિક વાહનો (EV) વગેરેનો સમાવેશ થાય છે.

શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. સવારે 9:34 વાગ્યે સેન્સેક્સ 106.57 પોઈન્ટ અથવા 0.14 ટકાની તેજી સાથે 76,866 પર હતો અને નિફ્ટી 59.80 પોઈન્ટ અથવા 0.12 ટકાના વધારા સાથે 23,306 પર હતો.

Share This Article