SIPRI Report 2026: દુનિયાનો બીજો સૌથી મોટો હથિયાર ખરીદનાર દેશ બન્યો ભારત, રશિયાથી મોહભંગ તો ફ્રાન્સ સાથે વધી મિત્રતા, SIPRI રિપોર્ટમાં ખુલાસો

Arati Parmar
2 Min Read

SIPRI Report 2026: સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) એ ગ્લોબલ આર્મ્સ સેલ્સ (વૈશ્વિક હથિયારોનું વેચાણ) ને લઈને તાજો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત હજુ પણ સપ્લાયનો ૪૮% હિસ્સો રશિયા પાસેથી મેળવી રહ્યું છે, પરંતુ રશિયા પર ભારતની નિર્ભરતા સતત ઘટી રહી છે. બીજી તરફ ભારત હવે તેના ૨૪% હથિયારો ફ્રાન્સ પાસેથી ખરીદી રહ્યું છે. ભારત હવે વિશ્વભરમાં બીજો સૌથી મોટો હથિયાર ખરીદનાર દેશ છે અને યુક્રેન પહેલા નંબરે પહોંચી ગયું છે. SIPRI રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રશિયાથી ભારતનો મોહભંગ થઈ ચૂક્યો છે અને નવી દિલ્હી ઝડપથી પશ્ચિમી દેશો તરફ વળ્યું છે.

ફ્રાન્સ જે ૨૦૨૧-૨૦૨૫ માં મોટા હથિયારોનું બીજું સૌથી મોટું સપ્લાયર છે, તેનો સૌથી મોટો ખરીદનાર હવે ભારત બની ચૂક્યું છે. આ જ સમયગાળામાં રશિયાનો સૌથી મોટો ખરીદનાર હજુ પણ ભારત (૪૮%) બનેલું છે. ભારત પછી ચીન (૧૩%) સૌથી વધુ રશિયન હથિયારો ખરીદી રહ્યું છે જ્યારે બેલારુસ (૧૩%) રશિયન હથિયારો ખરીદવાની બાબતમાં ત્રીજા નંબરે છે.

- Advertisement -

SIPRI રિપોર્ટ ૨૦૨૬ની મુખ્ય વાતો

SIPRI રિપોર્ટ પરથી જાણવા મળે છે કે ભારતની કુલ આયાતનો ૪૮% હિસ્સો હજુ પણ રશિયાથી આવે છે, પરંતુ તે પહેલાની સરખામણીમાં ઓછો થઈ રહ્યો છે. ભારત હવે ફ્રાન્સ (૨૪%) અને અન્ય પશ્ચિમી દેશો તરફ જોઈ રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન પોતાના હથિયારો માટે સંપૂર્ણપણે ચીન પર નિર્ભર થઈ ગયું છે. પાકિસ્તાન ૮૦ ટકાથી વધુ હથિયાર સપ્લાય માટે ચીન પર નિર્ભર થઈ ગયું છે, જે ભારત સામે ‘ટુ ફ્રન્ટ વોર’ (બે મોરચે યુદ્ધ) ની સ્થિતિ બનાવે છે. તે જ સમયે, યુક્રેન હવે વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાતકાર બની ગયો છે (૯.૭%), જ્યારે અમેરિકા વિશ્વનો સૌથી મોટો નિકાસકાર (૪૨% શેર) બનેલો છે.

Share This Article