સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ હાર્યા,

Reena Brahmbhatt
2 Min Read

સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ હાર્યા,
આપને જબરદસ્ત મોટો ફટકો, સિસોદિયા બાદ અરવિંદ કેજરીવાલ પણ હાર્યા, જો કે આતિશી જીત્યા
દિલ્હી વિધાનસભા ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. આમ આદમી પાર્ટી ફરીથી સત્તામાં આવશે કે પછી ભગવો લહેરાશે.

દિલ્હીમાં આમ આદમી પાર્ટી સતત ચોથીવાર સત્તા પર કબજો જમાવવાના પ્રયત્નો કરી રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી બરાબરની ટક્કર આપી રહી છે. અનેક એક્ઝિટ પોલમાં ભાજપ 27 વર્ષ બાદ દિલ્હીમાં સત્તા પર પાછું ફરશે એવી ભવિષ્યવાણીઓ પણ કરાઈ છે. પરિણામથી સ્પષ્ટ થશે કે સત્તાધારી આપે સત્તા વિરોધી લહેરને પહોંચી વળવા માટે પૂરતું કામ કર્યું છે કે પછી ભાજપનું અભિયાન કામ કરી ગયું.

- Advertisement -

આમ આદમી પાર્ટીને મોટો ફટકો, કેજરીવાલ પણ હાર્યા
મનિષ સિસોદિયા બાદ હવે આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પણ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હાર્યા છે. તેમને ભાજપના પ્રવેશ વર્માએ 3000 જેટલા મતોથી હરાવ્યા છે. હજુ જો કે અધિકૃત જાહેરાત થવાની બાકી છે.

સિસોદિયા ચૂંટણી હાર્યા, 600 મતથી થઈ હાર
આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા જંગપુરાથી ચૂંટણી હાર્યા છે. ભાજપના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાહ ચૂંટણી જીતી ગયા છે. કેજરીવાલ અને આતિશી પણ પાછળ છે.

- Advertisement -

ભાજપ 46 સીટ પર આગળ
ચૂંટણી પંચની વેબસાઈટની લેટેસ્ટ માહિતી મુજબ ભાજપ હાલ દિલ્હીમાં 46 સીટો પર આગળ છે જ્યારે આમ આદમી પાર્ટી 24 સીટ પર આગળ છે. કેજરીવાલ સહિત અને દિગ્ગજો હાલ હજુ પણ પાછળ છે. જેમાં સીએમ આતિશીનો પણ સમાવેશ થાય છે.

Share This Article