Smriti Irani BJP Responsibility: સ્મૃતિ ઈરાનીને મોટી જવાબદારી: સવાલ ચૂંટણી હારનો નહીં, BJPના માપદંડનો!
Smriti Irani BJP Responsibility: સ્મૃતિ ઈરાની 3 લોકસભા ચૂંટણી હારી ચૂક્યા છે—2004માં ચાંદની ચોક, 2014 અને 2024માં અમેઠી.
2024માં તો તેઓ રાહુલ ગાંધીના નજીકના સહયોગી અને કોંગ્રેસના કાર્યકર કિશોરી લાલ શર્મા સામે હારી ગયા હતા.
છતાં આજે BJPના રાષ્ટ્રીય સંગઠનમાં તેમને મહત્વની જવાબદારી મળી છે.
હવે સવાલ એ નથી કે “સ્મૃતિ ઈરાની કેમ હારી?”
સવાલ એ છે કે “ચૂંટણી જીત સંગઠનના પદ માટે સૌથી મહત્વનું માપદંડ નથી તો BJP કયા માપદંડને મહત્વ આપે છે?”
શું રાષ્ટ્રીય ઓળખ, વક્તૃત્વ, સંગઠનનો અનુભવ અને રાજકીય પ્રભાવ ચૂંટણીના તાજા પરિણામ કરતાં વધારે મહત્વ ધરાવે છે?
અને જો હા…
તો પછી સામાન્ય કાર્યકર્તા માટે રાજકારણમાં જીત-હારનું મહત્વ કેટલું?
આ નિર્ણય BJPની એક વાત સ્પષ્ટ કરે છે—
ચૂંટણી હારવી અંત નથી, જો પક્ષને તમારી બીજી ક્ષમતાઓ પર વિશ્વાસ હોય.
પણ સવાલ તો પ્રજાનો રહેશે જ…
આ સંગઠનાત્મક નિર્ણય આગામી ચૂંટણીમાં BJP માટે કેટલો ફાયદાકારક સાબિત થાય છે?

