By : Reena Brahmbhatt
Sonam Wangchuk NEET protest: દેશમાં આજકાલ કોઈપણ મુદ્દો હોય પરંતુ તેમાં રાજનીતિનું ફ્લેવર એડ થઇ જ જાય છે અને પછી આ મુદ્દા મુખ્ય મુદ્દાથી ભટકી આક્ષેપ-પ્રતિ શરુ થતા પ્રજાલક્ષી આંદોલન કોઈપણ પ્રકારના પરિણામ વગર સમેટાઈ જાય છે.જેમાં અન્ના હજારેના આંદોલનથી લઇ તમે મોરબી, જેતપુર કે અન્ય સ્થળોના અદાણીના વીજપોલ મુદ્દે ખેડૂતોના આંદોલનો જુવો કે ખેડૂતોની ફેઈલ થયેલ ટ્રેક્ટર રેલી જુવો આ પ્રજાલક્ષી આંદોલનો વિપક્ષોના રાજકીય હથિયારોનો હાથો બની જતો હોવાથી તે મોટાભાગે ડાયવર્ટ થઇ જાય છે અને એકબીજા પર છાંટા ઉડાડી આ આંદોલનો સમેટાઈ જાય છે.ત્યારે અહીં એક મુદ્દો તે પણ છે કે, પ્રજાલક્ષી આંદોલનોને શું પોલિટિકલ પાર્ટીઓનો હિસ્સો બનવા દેવો જોઈએ કે કેમ ?
વેલ, આમ તો દેશભરમાં કોઈકને કોઈક આંદોલનો ચાલુ જ હોય છે હાલ ગુજરાતમાં વીજપોલ મુદ્દે આવું આંદોલન ચાલુ જ છે અને તેમાં પણ પોલિટિકલ ઘુષણખોરી તો થઇ જ ગઈ છે.ખેડૂતોના મસીહા બનવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ક્યારની મથામણ અને ઇન્ટરફિઅર ચાલુ જ છે.તો બીજી તરફ દિલ્હીના જંતર-મંતર ખાતેપણ NEET મુદ્દે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ અને આ જ મુદ્દે અન્ય માંગણીઓ સાથે કોક્રોચ પાર્ટીના અભિજીત દિપકેએ શરુ કરેલ આંદોલનમાં પર્યાવરણ વિદ સોનમ વાંગચૂકે પણ જંપલાવ્યું છે અને આજે આ લખાય છે ત્યાં સુધી 19 દિવસના ઉપવાસ બાદ તેમની સ્થિતિ નાજુક થઇ ચુકી છે.
“3 Idiots” ના Phunsukh Wangdu એટલે Sonam Wangchuk આજે 19મા દિવસે પણ જંતર-મંતર r પર ઉપવાસ પર છે.તેવામાં સવાલ એ છે કે એક પર્યાવરણવિદ અને હાલમાં શિક્ષક-ઈનોવેટર ને આટલી હદે જવું પડ્યું કેમ? અને સરકાર ચૂપ કેમ છે?1. ઉપવાસની પાછળનું હાલ દેખીતું કારણ: NEET નું “નું કૌભાંડ”છે. જો કે આ આંદોલન લદ્દાખનું નથી. આંદોલન છે NEET-UG 2026 પેપર લીક નું છે.જેમાં કોક્રોચ જનતા પાર્ટી મીન્સ CJP સાથે મળીને આંદોલન ચલાવી રહ્યા છે.જેમાં વાંગચૂક ની 3 મુખ્ય માંગ છે:
1.શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે.
2. NTA ને ભંગ કરી National Testing Commission બનાવો.
3.પેપર લીક થી આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના પરિવારને ₹1 કરોડ વળતર આપો.
વધુમાં CJP એ આરોપ લગાવ્યો છે કે પેપર લીક ના તણાવ થી કેટલાક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે ત્યારે સરકારે આ પગલાં ભરવા જોઈએ.
ત્યારે બીજી તરફ આંદોલન અને ઉપવાસને લીધે પાછલા 19 દિવસથી તેઓ માત્ર પાણી પર હોવાથી વાંગચૂક ની હાલત ગંભીર છે.
8.5 kg થી 9 kg વજન ઘટ્યું છે. Blood Pressure અને Sugar પણ નીચા ગયા છે.
તેવામાં આ બાબતને ધ્યાનમાં લઈને દિલ્હી હાઇકોર્ટે એ પણ સરકારને તેમની હેલ્થ મોનિટર કરવા કહ્યું છે.પરંતુ સોનમ વાંગચૂક કહે છે “હું વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જાન હોડમાં મૂકવા તૈયાર છું”.પરંતુ અહીં મુખ્ય મુદ્દો તે છે કે, કોઈને સોનમ વાંગચૂક મુદ્દે કોઈપણ વાંધો હોય પરંતુ શું આમ તેમને મરવા છોડી દેવાય ? શું સમાધાન કે વાટાઘાટો ને કોઈ અવકાશ જ નથી ?
વધુમાં સોનમ વાંગચૂક પર ચીનના એજન્ટ હોવાના પણ આરોપ છે પરંતુ આરોપ આરોપ છે અને વળી માણસાઈનો મુદ્દો પણ છે અને બીજું કે, શું તેઓ સાવ ખોટા છે ? કોઈની નાણાકીય લાલચ અને સિસ્ટમની ખામીને કારણે NEET ફેઈલ થાય અને લાખો સ્ટુડન્ટ્સનું ભવિષ્ય ડામાડોળ થાય અને તેમણે સ્યુસાઇડ કરવું પડે, ડિપ્રેશનમાં આવવું પડે અને નિરાશાના ગર્તામાં ધકેલાઈ જાય તો જવાબદારી કોની ? આ જવાબદારી પણ તો નક્કી થવી જોઈએ ને ?
ભૂતકાળમાં આવા સિસ્ટમ ફેલ્યોરને કારણે જવાબદાર મંત્રીઓએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામાં આપેલા જ છે જો કે આવા બનાવ એકાદ-બે જેવા જ છે.બાકી રાજનીતિમાં નૈતિકતાને કોઈ સ્થાન નથી ચાહે પાર્ટી કોઈપણ હોય આ જમીની વાસ્તવિકતા છે.આ પ્રકારના બનાવો માં અગર રાજીનામુ અપાય તો તેમાં ખોટું પણ શું છે ? પ્રજા તમને શાસનની ધુરા સંભાળવા મોકલે છે અને તમે સંસદના ફ્લોર પર જયારે એક મિનિસ્ટર તરીકેના શપથ લો છો ત્યારે આ જવાબદારી તમારા માથે આવી જાય છે.તમે કાયદાનું પાલન અને સિસ્ટમ યોગ્ય પ્રકારે ચાલે તે માટે બંધાયેલા છે.ત્યારે સ્વાભાવિક જ આ જવાબદારી બને છે.ત્યારે આ સાથે અહીં આવા જ કેટલાક બનાવો અને રાજીનામાં અંગે થોડી ડીટેલ જોઈએ તો,
હા, લાલ બહાદુર શાસ્ત્રી જેવા પ્રચંડ નેતાએ ટ્રેન અકસ્માતની નૈતિક જવાબદારી સ્વીકારીને રેલવે મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. વધુમાં, નીતિશ કુમારે પણ ૧૯૯૯માં એક ભયાનક ટ્રેન અકસ્માતની જવાબદારી સ્વીકારીને રેલવે મંત્રી પદેથી રાજીનામું આપ્યું.
લાલ બહાદુર શાસ્ત્રીનું રાજીનામું:
* ૧૯૫૬માં, તમિલનાડુના અરિયાલુરમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો.
* આશરે ૧૫૦ લોકોએ જીવ ગુમાવ્યા.
* આ અકસ્માત માટે શાસ્ત્રીજી સીધા જવાબદાર નહોતા.
* પરંતુ, એક ઉચ્ચ આદર્શને જાળવી રાખીને, તેમણે નૈતિક જવાબદારી લીધી અને રાજીનામું આપ્યું.
નીતીશ કુમારનું રાજીનામું:
* ૧૯૯૯માં, પશ્ચિમ બંગાળના ગૈસાલમાં એક ભયંકર ટ્રેન અકસ્માત થયો.
* આશરે ૨૯૦ લોકો માર્યા ગયા.
* નીતિશ કુમાર તે સમયે દેશના રેલ્વે મંત્રી હતા.
* તેમણે અકસ્માતની જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.
ખેર આવા બનાવો બહુ ઓછા છે પરંતુ શાસ્ત્રીજીના રાજીનામાને હમેશા એક તેવા ઉદાહરણ તરીકે જોવાય છે કે જે ખુબ જૂજ છે.રાજનીતિમાં નીતિમત્તા કે નૈતિકતાને આમપણ ખુબ ઓછું સ્થાન છે ત્યારે શાસ્ત્રીજીને આ માટે દેશ હમેશા યાદ રાખશે.પરંતુ બદનસીબીએ રાજકારણમાં કોઈ તેમના ઉદાહરણને સાર્થક કરવા આગળ આવવા તૈયાર નથી. બાકી આમ તો તમારે જયારે તમારી થોડીપણ લાપરવાહી ને કારણે પ્રજાના જાન-માલ નું નુકસાન થતું હોય તો જે કોઈપણ પાર્ટી હોય તો તેણે રાજીનામુ આપવું જોઈએ.આ ચીલો પાડવાની જરૂર છે તો નેતાઓ સાબદા રહે. તેમને ફરજનું ભાન રહે.
અને આખરે આ મુદ્દે શશી થરુરે ખુલ્લો પત્ર લખીને ઉપવાસ પૂરો કરવા અપીલ કરી. પણ પાર્ટી તરીકે મોટું આંદોલન નથી.BJP કહે છે કે આ પોલિટિકલ એજન્ડા છે અને વાતચીત માટે તૈયાર છે.પરંતુ હકીકત તે પણ છે ને કે, દર વર્ષે NEET, JEE, CUET ના પેપર લીક થાય છે. મંત્રી તરીકે NTA ની નિષ્ફળતાની જવાબદારી તો બને જ તેમજ વિદ્યાર્થીઓના મોત: જો પેપર લીક ના તણાવ થી ખરેખર સુસાઇડ થયા હોય, તો એ માત્ર “NTA ની ભૂલ” કહીને છટકી ન શકાય. મંત્રાલયની નીતિ અને દેખરેખ નિષ્ફળ ગઈ.માંગમાં શું ખોટું હોઈ શકે?શું એકલા મંત્રી જ જવાબદાર?: પેપર લીક માં માફિયા, કોચિંગ સેન્ટર, સ્થાનિક પોલીસ પણ સંડોવાયેલ હોય છે. માત્ર મંત્રીનું રાજીનામું થી સિસ્ટમ નહીં સુધરે.
બીજી તરફ જુવો આ આંદોલનો કેમ નિષ્ફ્ળ જાય છે.કેજરીવાલ નું “મને મંત્રી બનાવો” વાળું નિવેદનઆ આંદોલન ને પોલિટિકલ l બનાવી દે છે. એટલે સરકાર ગંભીરતાથી ના લે.પરંતુ તે મુદ્દો તો છે જ કે, એજ્યુકેશન મિનિસ્ટ્રીની ની જવાબદારી બને કે નહીં?હા, 100% બને.
કારણ:નિયમન કર્તા: NTA શિક્ષણ મંત્રાલય હેઠળ આવે. પેપરની સુરક્ષા, ટેકનોલોજી, તપાસ બધાની જવાબદારી મંત્રાલયન હોય છે.અહીં વિશ્વાસ તૂટ્યો છે.કેજરીવાલે એ કહ્યું એમ “Repeated paper leaks have shattered students’ confidence”. 24 લાખ વિદ્યાર્થીનું ભવિષ્ય દાવ પર હોય ત્યારે “CBI તપાસ ચાલુ છે” કહેવાથી કામ નહીં ચાલે.
જાનહાનિ: જો પેપર લીક ના કારણે સુસાઇડ થયા હોય, તો તે “કસ્ટોડિયલ ડેથ” જેવી જ ગંભીર બાબત છે.સરકારનું કહેવું છે કે તપાસ ચાલે છે અને સુધારા કરાશે. પણ સામે છેડે વાંગચૂક પૂછે છે ” સુધારા ક્યારે ? કેટલા મોત પછી?”
નિષ્કર્ષ: Sonam Wangchuk નો ઉપવાસ એક વ્યક્તિની લડાઈ નથી. તે 24 લાખ NEET વિદ્યાર્થીઓનો ગુસ્સો છે.હેલ્થ બગાડીને ઉપવાસ કરવો એ છેલ્લો રસ્તો છે. રાજનીતિ ગમે તે કહે, પણ જ્યાં સુધી પેપર લીક બંધ ન થાય અને જવાબદારી નક્કી થાય, ત્યાં સુધી આ સવાલો પૂછાતા રહેશે.તમારો અભિપ્રાય
શું છે શું ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામુ આપવું જોઈએ ?

